Not Set/ ભત્રીજા રણસુરવીરસિંહના ગંભીર આક્ષેપ પર પ્રાંત અધિકારીએ કહ્યું,…

ખોટા આક્ષેપ કરવા મામલે રણસુરવીરસિંહ વિરુદ્ધ લીગલ એડવાઈઝર મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારે મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા

Top Stories Gujarat Rajkot
tweeter 3 ભત્રીજા રણસુરવીરસિંહના ગંભીર આક્ષેપ પર પ્રાંત અધિકારીએ કહ્યું,...

રાજકોટના રાજવી માંધાતાસિંહજીની મિલકતના તેમના વારસોમાં વિવાદ છે. ત્યારે આજે રાજકોટ પ્રાંત 1 સિદ્ધાર્થ ગઢવીની પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી છે. રાજવીના ભત્રીજા રણસૂરવીરસિંહ દ્વારા પ્રેસમાં કરવામાં આવી હતી જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

ભત્રીજા રણસૂરવીરસિંહ એ અધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો કે મામલતદાર કચેરીના કે.જે જાડેજા દ્વારા વર્ષ 2016માં 10 કરોડ માંગવામાં આવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી સામેલ હોવાનો રણસૂરવીસિંહએ આક્ષેપ કર્યો હતો. રાજવી પરિવારની મિલકતમાં ભાગ ન મળે તે માટે અધિકારીઓ રાજવી માંધાતાસિંહજી સાથે મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો.

જયારે રણસુરવીરસિંહના આક્ષેપ ઉપર પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ મામલે જણાવ્યું છે કે માંધાતાસિંહના ભત્રીજાએ લગાવેલા આક્ષેપ ખોટા છે. અને સંપૂર્ણ પાયાવિહોણા છે. ખોટા આક્ષેપ કરવા મામલે રણસુરવીરસિંહ વિરુદ્ધ લીગલ એડવાઈઝર મદદ લઈ કાર્યવાહી કરવા સલાહ લેવામાં આવશે. બંને પક્ષના કોઈ પક્ષકાર ક્યારે મને મળવા નથી આવ્યા અને આજે સીધા આક્ષેપ કરવામાં આવ્યા સાચું કેવી રીતે માનવું ? રૂપિયાના આક્ષેપ વર્ષ 2016 માં થયાની વાત છે જ્યારે હું રાજકોટમાં વર્ષ 2019 ડિસેમ્બરમાં આવી ફરજ નિભાવી કાર્યરત થયેલ છું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની મિલકતને લઇ કાનૂની જંગ રાજકોટના ઠાકોર માંધાતાસિંહ અને બહેન અંબાલીકા દેવી વચ્ચે વર્ષોથી જોવા મળી રહ્યો છે.

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ