Not Set/ બળાત્કારનાં આરોપી ડોક્ટરને સેશન્સ કોર્ટે 25 હજારનાં બોન્ડ પર આપ્યા જામીન

પહેલા પ્રેમ અને પછી ફરિયાદ આવા કિસ્સાઓ છાસવારે સામે આવે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે  જ્યા મનોચિકિત્સક તરીકે કામ કરતા 33 વર્ષીય ડોક્ટર પર તેની જ 43 વર્ષીય મહિલા સહકર્મીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આજનાં સમયમાં સ્ત્રી પુરષો સંબંધો બાંધતા પહેલા કોઈને નથી પુછતા પણ કોઈ પણ સમસ્યા આવે કે વાત સીધી […]

Ahmedabad Gujarat
1483789471 doctor બળાત્કારનાં આરોપી ડોક્ટરને સેશન્સ કોર્ટે 25 હજારનાં બોન્ડ પર આપ્યા જામીન

પહેલા પ્રેમ અને પછી ફરિયાદ આવા કિસ્સાઓ છાસવારે સામે આવે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે  જ્યા મનોચિકિત્સક તરીકે કામ કરતા 33 વર્ષીય ડોક્ટર પર તેની જ 43 વર્ષીય મહિલા સહકર્મીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આજનાં સમયમાં સ્ત્રી પુરષો સંબંધો બાંધતા પહેલા કોઈને નથી પુછતા પણ કોઈ પણ સમસ્યા આવે કે વાત સીધી પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી પહોચડવામાં પણ વાર નથી લગાડતા.

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજન મંડળમાં મનોચિકિત્સક તરીકે કાર્યરત ભુવેન્દ્રન નામનાં આરોપીની તેની જ સહ મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ સામે આવી છે. ત્યાર બાદ આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. જે સેશન્સ કોર્ટે 25 હજારનાં બોન્ડ પર શરતી જામીન મંજુર કર્યા હતા.

કેસની જો વિગત વાર ચર્ચા કરીએ તો આરોપીનો ભોગ બનનારની સાથે પ્રેમ સંબંધો હતા અને પ્રેમ સંબંધોમાં આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપ્યા બાદ તેણી પર દુષ્કર્મ આચર્યો હતો. જે અંગેની ફરિયાદ દાખલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે મામલે આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. કોર્ટે શરતોનાં આધીન જામીન મંજુર કર્યા હતા.