Patadi-Corruption/ પાટડી નગરપાલિકાની આંગણવાડીના ભાડામાં ચાલે છે ભ્રષ્ટાચાર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કુલ ૫૬ આંગણવાડી કેન્દ્ર ભાડાપટ્ટે ચાલી રહ્યા છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં માસિક ભાડુ-૨૦૦૦ અને નગરપાલિકા વિસ્તારમાં 6,000  ભાડુ ચૂકવવામા આવે પરંતુ પાટડી નગરપાલિકા વિસ્તારમાં ભાડા પટ્ટે ચાલતા આંગણવાડી કેન્દ્રના ભાડામા કટકી કરી મકાન માલિકને ઓછુ ભાડુ ચુકવણી થતુ હોવાનુ કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 

Gujarat Others
Beginners guide to 2024 03 26T210335.530 પાટડી નગરપાલિકાની આંગણવાડીના ભાડામાં ચાલે છે ભ્રષ્ટાચાર

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કુલ ૫૬ આંગણવાડી કેન્દ્ર ભાડાપટ્ટે ચાલી રહ્યા છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં માસિક ભાડુ-૨૦૦૦ અને નગરપાલિકા વિસ્તારમાં 6,000  ભાડુ ચૂકવવામા આવે પરંતુ પાટડી નગરપાલિકા વિસ્તારમાં ભાડા પટ્ટે ચાલતા આંગણવાડી કેન્દ્રના ભાડામા કટકી કરી મકાન માલિકને ઓછુ ભાડુ ચુકવણી થતુ હોવાનુ કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના ઘટક-01 અને ઘટક-02મા કુલ મળી 56 આંગણવાડી કેન્દ્ર ભાડાપટ્ટે ચાલી રહ્યા છે જેમા ગ્રામ્ય વિસ્તારમાં 49 અને પાટડી નગરપાલિકા વિસ્તારમાં-૦07 આંગણવાડી કેન્દ્ર ભાડાપટ્ટે ચાલી રહ્યા છે આંગણવાડી કેન્દ્ર નવા ન બને ત્યાં સુધી સુવિધા સભર ભાડાપટ્ટે આંગણવાડી કેન્દ્ર ચાલે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં માસિક 2000 અને નગરપાલિકા વિસ્તારમાં 6,000 ભાડુ નક્કી કરવામાં આવ્યું છે.

પાટડી ICDS કચેરી દ્વારા ડીસેમ્બર,જાન્યુઆરી, ફેબ્રુઆરીનુ નગરપાલિકા વિસ્તારના ૭ આંગણવાડી કેન્દ્રને 6000 પ્રતિમાસ તથા ગ્રામ્યમા 2,000 પ્રતિ માસ મળી માતબર રકમ મકાન માલિકના ખાતામા જમા કરાવવાના બદલે આંગણવાડી વર્કરના ખાતામ થી જમા કરાવવામાં આવ્યા છે આથી પાટડી નગરપાલિકાના ભાડાપટ્ટે ચાલતી આંગણવાડીના મકાન માલિકને માસિક માત્ર ૧૦૦૦ ચુકવણી કરવામાં આવી છે અને પ્રતિમાસ મકાન દીઠ ૫,૦૦૦ની કટકી કરી મોટાપ્રમાણમાં ભષ્ટ્રાચાર આચરવા આવતા ચકચાર મચી છે.

આ બાબતે પાટડી ICDS અધિકારીને પુછતા તેમને જણાવ્યું કે આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે. મકાન ભાડામા કટકી થતાં ઓછા ભાડે એક રૂમ,નળીયા વાળા મકાન રાખવામાં આવી રહ્યા છે જેમા લાઈટ, પાણી,ટોયલેટનો અભાવ હોય તેવા મકાન ભાડે રાખવામાં આવી રહ્યા છે અને કાળઝાળ ગરમીમા બાળકો હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે તપાસ થાય અને ભષ્ટ્રાચાર આચરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ જાગૃતજનોમા ઉઠવા પામી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર