Gujarat Congress/ આખરે કેમ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાને કોંગ્રેસનો હાથ છોડવો પડ્યો? જાણો કારણ

ભાજપમાં આજે જોડાવનાર નેતાઓએ ભાજપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા. હર ઘર ત્રિરંગા યાત્રાના વખાણ કર્યા…

Top Stories Gujarat
Leaving Congress

Leaving Congress, ગુજરાત વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપમાં પ્રવેશત્સવ શરૂ થઈ ગયો છે. કોંગસમાં પક્ષ પલતો કરી મોટા ગજાના નેતાઓ ભાજપમાં કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હોવાથી નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભગવો ધારણ કરતા હોવાનું સામે આવ્યું છે. આજે કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને રાજ્ય સભાના સંસદ રાજુ પરમાર સહિત 29 કાર્યકરો અને હોદ્દેદારો સાથે ભાજપના પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કરી વિધિગત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જાણે આજે ભરતી મેળો યોજાયો છે.

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ રાજ્યસભામાં 3 ટમ સુધી સાંસદ રહેલા રાજુ પરમાર ભજપમાં જોડાઈ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યા હતા. આડકતરી રીતે કોંગ્રેસમાં તિરસ્કાર અને અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ કોંગેસમાં ફક્ત 2-4 નેતાઓનું જ કંટ્રોલ છે. કોંગ્રેસના પૂર્વ નેતાઓએ જણાવ્યું હતું કે, સતત અમને મિટિંગમાં બોલાવવામાં પણ નહતા આવતા. ગુજરાતીઓ પ્રત્યે પણ વલણ કોંગેસના સારું નથી અને અમારી સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવતી નહતી. છેલ્લા કેટલાક સમયથી અમને કોંગેસથી નારાજગી હતી. ત્યાર બાદ આજે અમે ભાજપમાં જોડાયા છીએ.

ભાજપમાં જોડાતાં પહેલા કોંગેસના પૂર્વ સિનિયર નેતાઓએ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યાર બાદ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. જે તે સમયે નરહરિ અમીન જ્યારે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા તે સમયે પણ આ બે સિનિયર નેતાઓને ભાજપમાં જોડાવવાની ઓફર હતી, પરંતુ તે સમયે તેમને કોંગ્રેસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. આખરે દેર આયે દુરુસ્ટ આતે તેવી કહેવત સિદ્ધ કરી છે. આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા જ ભાજપના જોડાઈ ગયા છે.

ભાજપમાં આજે જોડાવનાર નેતાઓએ ભાજપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા. હર ઘર ત્રિરંગા યાત્રાના વખાણ કર્યા હતા. સાથે નેશનલ ફ્લેફના નિયમોમાં ફેરફાર કરવાના કારણે દરેક ઘર સુધી ત્રિરંગો પહોંચ્યો હતો. જે જોઈને કોંગ્રેસ પણ આ યાત્રા કાઢી હતી. ભાજપમાં જોડાવનાર દરેક નેતા દ્વારા નિવેદન આપવામાં આવે છે કે કોઈ ટિકીટની લાલચે નહિ પણ પક્ષ મજબૂત કરવા અને સેવા કરવા જનતાની ભાજપમાં જોડાયા છીએ.

આ પણ વાંચો: Cricket/ ટીમ ઈન્ડિયામાં આવ્યો યુવરાજ જેવો ઘાતક બેટ્સમેન