ગુજરાતના IAS ઓફિસર ગૌરવ દહિયા સામે દિલ્હીની યુવતીએ પોલીસ ફરિયાદ કર્યા પછી હવે રાજ્ય સરકારે આ મામલે તપાસ સમિતી નીમી છે.ગૌરવ દહિયા સામે તેની કથિત બીજી પત્ની લીનુ સિંહે ફરિયાદ કરતા તેમની સામે તપાસ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ દહિયા થયેલી ફરિયાદ અંગે સનદી અધિકારી સુનયના તોમરની અધ્યક્ષતામાં પાંચ મહિલા અધિકારીઓની તપાસ સમિતિ રચના કરી છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ કમિટીમાં ત્રણ મહિલા IAS અધિકારી પણ હશે.તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા– IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબહેન પંડ્યા અને સભ્ય સચિવ તરીકે નાયબ–સંયુક્ત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા, આ દરમિયાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 22 જુલાઇએ તેમની બદલી કરીને સંયુક્ત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મુકી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.