Not Set/ ટીખળખોરે જીવીત વ્યક્તિને શ્રધાંજલી આપતી પોસ્ટ કરી વાઇરલ, અને થયું આવું

સોશિયલ મિડીયમાં ટીખળખોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જે વ્યક્તિ જીવીત હતો, તેના પર ઓછામાં ઓછા 300 થી 400 લોકોથી વધુ એ તેમના જ  ‘મૃત્યુ’ અંગે શ્રધાંજલી આપતા, ટેક્સ્ટ સંદેશાઓનો મારો ચલાવ્યો હતો. સમગ્ર ઘટનાથી તે જીવિત વ્યક્તિનાં સગા સંબધી અને મિત્ર પરિવાર ગજબની સ્થિતિમાં મુકાય ગયા હોવાનું સામે આવી રહ્યું છે. રવિન્દ્ર દુસાન્જે […]

Top Stories India
rip1 ટીખળખોરે જીવીત વ્યક્તિને શ્રધાંજલી આપતી પોસ્ટ કરી વાઇરલ, અને થયું આવું

સોશિયલ મિડીયમાં ટીખળખોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જે વ્યક્તિ જીવીત હતો, તેના પર ઓછામાં ઓછા 300 થી 400 લોકોથી વધુ એ તેમના જ  ‘મૃત્યુ’ અંગે શ્રધાંજલી આપતા, ટેક્સ્ટ સંદેશાઓનો મારો ચલાવ્યો હતો. સમગ્ર ઘટનાથી તે જીવિત વ્યક્તિનાં સગા સંબધી અને મિત્ર પરિવાર ગજબની સ્થિતિમાં મુકાય ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

dahisar ટીખળખોરે જીવીત વ્યક્તિને શ્રધાંજલી આપતી પોસ્ટ કરી વાઇરલ, અને થયું આવું

રવિન્દ્ર દુસાન્જે નામક 43 વર્ષિય વ્યક્તિ જે મુંબઇનાં દહિસર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે તે, રવિવારે પોતાનાં સાસુને ત્યાં રજા ગાળવા માટે સહપરિવાર ગયો હતો. અને થોડી કલાકોમાં તો તેના મોબાઇલ પર અને સોશિયલ મિડીયા પર તેનાજ મૃત્યુનાં દિલથી શ્રદ્ધાંજલિ અને શાંત સંદેશાઓ પ્રાપ્ત થવાનું શરૂ થઇ ગયું શરુઆતમાં તો તેણે તે અવગણ્યુ. પરંતુ પછીથી મિત્રો અને પરિવારનાં સભ્યો તેમજ બીજા અનેક લોકોનાં ફોન આ મામલે આવવા લાગ્યા હતા. પીડિત રવિન્દ્ર આનાથી અત્યંત આઘાતજનક સ્થિતિમાં મુકાયો હતો. મિત્ર દ્વારા તેને પોતાનો મૃત્યુનો શોક સંદેશો સોશિયલ મિડીયામાં ફરતો થયાની જાણ કરવામાં આવતા તે અવાચક બની ગયો હતો. 

socialmedia pm ટીખળખોરે જીવીત વ્યક્તિને શ્રધાંજલી આપતી પોસ્ટ કરી વાઇરલ, અને થયું આવું

રવિન્દ્ર દુસાન્જે એ ત્યારે બાદ દહિસર પોલીસ સ્ટેશન જઇ, અજ્ઞાત વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી. તેણે આરોપીના મોબાઇલ નંબર પણ પોલીસને આપ્યા હતા. પરંતુ, જ્યારે અધિકારીએ તેના પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ક્યાં છે તે સ્પષ્ટ સ્થાન આપ્યું નહીં. જો કે, પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પોલીસે તે ટીખળખોરને ઝડપી લેવાનાં ચક્રો ગતીમાન કરી દીધા છે. પરંતુ આવી મજાક અને સોશિયલ મિડીયાનો આવો દુર ઉપયોગતો હજુ શરૂઆત છે. ત્યારે સોશિયલ મિડીયા વાપરતા તમામ લોકોને ચેતી જવાની તાતી જરુર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.