Not Set/ ઑટો ડેબિટ પર રિઝર્વ બેન્કે 6 મહિના વધારી ડેડલાઇન, બેન્કોને આપી સખત ચેતવણી

રિઝર્વ બેન્કે એક નિવેદન જાહેર કરીને બધા પક્ષો માટે નવા માળખા હેઠળ આવવાની ટાઇમલાઇન વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે.

Top Stories Business
rbi rep 2 1598874618 ઑટો ડેબિટ પર રિઝર્વ બેન્કે 6 મહિના વધારી ડેડલાઇન, બેન્કોને આપી સખત ચેતવણી

બિલોના ઑટો પેમેન્ટ કે ડેબિટમાં આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી થઇ રહેલા ફેરફારોને ભારતીય રિઝર્વ બેન્કે છ મહિના માટે ટાળી દીધું છે. લોકોને આનાથી ઘણી અસુવિધા થવાની આશંકા હતી. જેના કારણે રિઝર્વ બેન્કે આ પગલું ભર્યું છે. જો કે, સાથે જ આરબીઆઇએ બેન્કોને સખત ચેતવણી પણ આપી છે.

રિઝર્વ બેન્કે એક નિવેદન જાહેર કરીને બધા પક્ષો માટે નવા માળખા હેઠળ આવવાની ટાઇમલાઇન વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે.

શું કહ્યું રિઝર્વ બેન્કે 

રિઝર્વ બેન્કે કહ્યું કે આ પછી કોઇ નિયમનું પાલન નહીં કરે તો તે ગંભીર ચિંતાની વાત હશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રિઝર્વ બેન્કે કહ્યું કે કેટલાક સ્ટેક હોલ્ડરને આ સિસ્ટમ લાગુ કરવામાં જે મોડુ કર્યું છે તેનાથી આવી હાલત બની છે. આ સુવિધા રોકવા માટે બધા પક્ષો માટે નવા માળખામાં આવવા માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

શું છે કેસ 

હકીકતમાં રિઝર્વ બેન્કે એક નવો નિયમ બનાવ્યો છે. જે અનુસાર મોબાઇલ,  યુટિલિટી કે અન્ય બિલ માટે ઓટો પેમેન્ટ, ઓટીટી માટે સબ્સ્ક્રિપ્શન ચાર્જ,  રેન્ટલ સર્વિસ વગેરે માટે તમાર એકાઉન્ટથી દર મહિને પોતાની મેળે પૈસા કપાઇ જવાની વ્યવસ્થા ઓટોપી જેવા ડબલ પ્રોટેક્શન લાગુ કરવાનું હતુ. પહેલા આને 1 એપ્રિલ, 2021થી લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રિઝર્વ બેન્કે આ નિયમમાં કહ્યું હતું કે આને પેમેન્ટ માટે એક વધારાની સુરક્ષા પરત થવી જોઇએ. એટલા માટે ક્રેડિટ કાર્ડ,  ડેબિટ કાર્ડ, યુપીઆઇ કે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટથી પોતાની મેળે કપાઇ જતો ઇએમઆઇ કે રેન્ટલ માટે હવે એક વધારાનું સિક્યુરિટી કવર હશે.