Not Set/ ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણ,100 થી વધુ કેદીના મોત

દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં 100થી વધુ કેદીઓના મોત થઈ ગયા છે. એવી તો શું ઘટના બની કે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ?

Top Stories World
JAIL 1 ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણ,100 થી વધુ કેદીના મોત

દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં 100થી વધુ કેદીઓના મોત થયા છે અને 52 કેદીઓ ઘાયલ થયા છે. દરિયાકાંઠાના શહેર ગ્વાયકિલમાં એક દ્વીપકલ્પ જેલમાં અથડામણ થઈ હતી. ઇક્વાડોરિયન જેલે એક નિવેદન જારી કરીને કહ્યું કે પોલીસ અને સેના લગભગ પાંચ કલાક બાદ ગ્વાયકીલ પ્રાદેશિક જેલમાં પરિસ્થિતિને નિયંત્રણ કરવામાં સફળ રહી હતી

  • દક્ષિણ અમેરિકાનો દેશ- ઇકવાડૉર
  • જેલમાં બે ગેંગ વચ્ચે થઈ અથડામાણ
  • અથડામણમાં 100 થી વધુ કેદીના મોત
  • 50 થી વધુ કેદીઓ થયા ઈજાગ્રસ્ત
  • એક બીજા પર કરવામાં છરીના ઘા

આ હિંસક અથડામણમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, છરીઓ પણ ચલાવવામાં આવી હતી અને હિંસક અથડામણમાં અનેક વિસ્ફોટ થયા હતા. આ હિંસક અથડામણ જેલમાં ‘લોસ લોબોસ’ અને ‘લોસ ચોનેરોસ’ ગેંગ વચ્ચે થઈ હતી. આ કેસમાં પ્રાદેશિક પોલીસ કમાન્ડર જનરલ ફોસ્ટો બ્યુનોએ જણાવ્યું હતું કે કેદીઓ ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટને કારણે મૃત્યુ પામ્યા હતા. જો કે બનેલી ઘટનાઓ બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. પોલીસે ગ્વાયકિલ જેલમાંથી બે પિસ્તોલ, એક રિવોલ્વર, 500 રાઉન્ડ દારૂગોળો, એક હેન્ડ ગ્રેનેડ, અનેક છરીઓ, બે ડાયનામાઇટ રોડ અને ઘર ઘરાવ બનાવેલા વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. તેમજ સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.