Not Set/ બાબા રામદેવનો દાવો, પતંજલિએ વિદેશી કંપનીઓને પછાડી

રામદેવએ કહ્યું હતું કે યોગ અને આયુર્વેદમાં જે રિસર્ચ ભારત સરકારે નથી કર્યાં એ રિસર્ચ પતંજલિએ કરી બતાવ્યાં છે.

Top Stories India
KUTCH 15 બાબા રામદેવનો દાવો, પતંજલિએ વિદેશી કંપનીઓને પછાડી

યોગગુરુ સ્વામી રામદેવે દાવો કર્યો છે પતંજલિ યોગપીઠે ભારતની આત્મનિર્ભર ભારતની પ્રેરણા કાયમ કરી. અને દેશની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું.

  • 100થી વધુ રિસર્ચ આધારિત દવાઓ તૈયાર કરી
  • પતંજલિએ આત્મનિર્ભર ભારતની પ્રેરણા કાયમ કરી
  • દેશની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યુ
  • 5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપી
  • 2 લોકોથી 200 દેશો સુધી પહોંચાડ્યો યોગ
  • રુચિ સોયાનું ટર્નઓવર 16 હજાર કરોડથી વધુ કર્યું
  • પતંજલિ બ્રાન્ડ નથી, પણ એક આંદોલન
  • વિદેશી કંપનીઓએ દેશને લૂટી

યોગ ગુરુ બાબારામ દેવએ દેશમાં સ્વદેશી ક્રાંતિ કરીને આજે દેશમાં એક આગવી ઓળખ ધરાવી છે. અને માત્ર યોગ દ્વારા જ કેટલાય લોકોના જીવ પણ તેમણે બચાવ્યા છે. ત્યારે આજે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે પતંજલિ ગ્રુપની 25 હજાર કરોડ રુપિયાના ટર્નઓવરથી 2025 સુધીની વિસ્તાર યોજના રજૂ કરી છે. રામદેવએ કહ્યું હતું કે યોગ અને આયુર્વેદમાં જે રિસર્ચ ભારત સરકારે નથી કર્યાં એ રિસર્ચ પતંજલિએ કરી બતાવ્યાં છે.

તેમણે ઉમેર્યું હતું કે પતંજલિ બ્રાન્ડ નથી, પણ એક આંદોલન છે. અમે પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે અને હજી આવનારાં પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો અમારો લક્ષ્યાંક છે. રામદેવે કહ્યું હતું કે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઇને આજ સુધી આવેલી દરેક એમ.એન.સી. કંપનીઓએ દેશને લૂંટી લીધો છે. આપણી અર્થવ્યવસ્થા પર તેઓ અધિકાર જમાવીને બેઠા છે. તેમના આ પ્રભુત્વને પતંજલિએ તોડ્યો છે અને અમને ગર્વ છે કે પતંજલિએ એક આત્મનિર્ભર ભારતની એક પ્રેરણા બની છે. આત્મનિર્ભરતાના આ સ્વરને એટલા આગળ લઇ ગયા છીએ કે એક યુનિલિવર કંપનીને છોડીને બાકી બધી વિદેશી કંપનીઓને અમે પાછળ કરી ચૂક્યા છે અને રાષ્ટ્ર સેવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.’

યોગ ગુરૂએ વધુમાં જણાવ્યું કે આજે ઔષધિઓની એક નવી શ્રંખલા રજૂ કરી રહ્યા છીએ. ભારતમાં આજે 80થી 90% લોકોમાં વિટામિન-ડીની કમી છે. આવી જ રીતે લોકોમાં અલગ-અલગ વિટામિનોની કમી હોય છે. અમે આયુર્વેદિક રીતે આ બધાં વિટામિન્સને ઉપલબ્ધ કરાવ્યા છે.’ તેમણે કહ્યું હતું કે ‘મને ગર્વ છે કે 100થી વધારે રિસર્ચ અને પુરાવા સાથે ઔષધિઓ બનાવી, એની સાથે પરંપરાગત, સાંસ્કૃતિક ઔષધિઓને પણ જાળવી રાખી છે. આ કાર્યમાં અમારા આશરે 500 વૈજ્ઞાનિકોની ટીમ કાર્ય કરી રહી છે.

જો વાત કરવામાં આવે દેશમાં સ્વદેશી વસ્તુઓના વપરાશની તો લોકો આ કોરોના મહામારી યોગ અને ભારતિય આયુર્વેદીક દવાઓ તરફ આગળ વધ્યા છે. જેને લઈને કદાચ દેશમાં પતંજલિેએ પોતાનો વ્યાપ વધાર્યો છે.