Political/ દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું

કોંગ્રેસને નવા ઝટકા આપતા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે

Top Stories India
22 2 દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું

કોંગ્રેસને નવા ઝટકા આપતા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.આઝાદે 16 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ પ્રચાર સમિતિના વડા પદ પરથી રાજીનામું આપી દીધું હતું.કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે પણ પાર્ટી છોડી દીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લાંબા સમયથી તેમની જવાબદારીઓથી સંતુષ્ટ ન હતા. તેમણે પાર્ટીને ઘણી વખત ચેતવણી પણ આપી હતી કે તેમને જે જવાબદારીઓ આપવામાં આવી છે તે પાર્ટીમાં તેમના કદ પ્રમાણે નથી.

 

 

જમ્મુ અને કાશ્મીરમાં સંગઠનાત્મક સુધારાના ભાગરૂપે, ગાંધી પરિવારે આઝાદના નજીકના ગણાતા વિકાર રસૂલ વાનીને તેમના જમ્મુ અને કાશ્મીરમાં  નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આઝાદ કોંગ્રેસના ‘G23’ જૂથના મુખ્ય સભ્ય છે.સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે, ગુલામ નબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે.

ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદે પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા, કોંગ્રેસની ઘટતી જતી રાજકીય અસર અને ચૂંટણીમાં નબળા પ્રદર્શન માટે તેમની “અપરિપક્વતા” ને જવાબદાર ઠેરવી હતી.