Gujarat election 2022/ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બીજા દિવસની બેઠકમાં ગાંધીનગર જિલ્લા અને શહેરની બેઠકો પર ચર્ચા કરાઇ,જાણો

દિલ્હીમાંથી ઉમેદવાર ફાઇનલ કરવામાં આવશે. હાલ ગાંધીનગર જિલ્લાની સંભવિત ઉમદવારો અંગેની ચર્ચા પરિપૂર્ણ થઇ છે. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
17 2 ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બીજા દિવસની બેઠકમાં ગાંધીનગર જિલ્લા અને શહેરની બેઠકો પર ચર્ચા કરાઇ,જાણો

ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. તેમણે સતત છ ચૂંટણી જીત નોંધાવીને છેલ્લા 27 વર્ષથી આ રાજ્ય પર શાસન કર્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં હોવાથી ચૂંટણી જંગ રસપ્રદ રહેશે.ભાજપે સેનેસ પ્રકિયા હેઠળ ઉમેવારોની પ્રક્રિયા હાથ ધરી હતી. આ મામલે ઉમેદવારના નામો ફાઇનલ કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા ચાલી રહિ છે , આમાં જે સંભવિત 3 નામની પસંદગી કરવામાં આવશે  અને એમાંથી દિલ્હીમાંથી ઉમેદવાર ફાઇનલ કરવામાં આવશે. હાલ ગાંધીનગર જિલ્લાની સંભવિત ઉમદવારો અંગેની ચર્ચા પરિપૂર્ણ થઇ છે.

 

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના સંભિત ઉમેદવાર તરીકે 4 નામો અંગે ચર્ચા કરાઇ

૧) નિતીનકુમાર સોમનાથ પટેલ
૨) અશોકકુમાર રણછોડભાઈ પટેલ
૩) રુચિર અતુલકુમાર ભટ્ટ
૪) રીટાબેન કેતનકુમાર પટેલ

ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપ સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા

1) વાઘેલા ઈશ્વરજી બેચરજી
2) ઠાકોર સરોજબેન એસ
3) પટેલ કોદરભાઈ
4) અલ્પેશ ઠાકોર

દહેગામ વિધાનસભા બેઠકના ભાજપના સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા

1) બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ
2) બિહોલા કિરીટસિંહ ગંભીરસિંહ
3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ
4) ઠાકોર રોહિતજી ચંદુજી

કલોલ વિધાનસભા બેઠકના ભાજપના સંભવિત 6 ઉમેદવાર અંગે થઈ ચર્ચા

1) પટેલ ગોવિંદભાઈ જોઈતારામ
2) પરિન અતુલભાઇ પટેલ
3) ઠાકોર લક્ષ્મણજી પુંજાજી
4) અનિલ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ.
5) જે કે પટેલ, કલોલ શહેર પ્રમુખ
6)ઉર્વશી પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ

માણસા વિધાનસભા ભાજપના સંભવિત 5 ઉમેદવાર અંગે થઈ ચર્ચા

1) અમિતભાઈ હરિભાઈ ચૌધરી
2) ડી ડી પટેલ
3) જે એસ પટેલ
4)અનિલ પટેલ,
5) યોગેશ પટેલ,