Twitter/ મસ્ક માટે મોટો પડકાર ખોટ કરતી ટ્વિટરને નફો કરતી કરવાનો

મસ્કે 44 અબજ ડોલર (3.65 લાખ કરોડ)માં ટ્વિટર ખરીદી લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ટ્વિટરને નફો કરતી કરવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ટ્વિટર નુકસાનમાં ચાલી રહી છે.

Top Stories World
twitter 1 મસ્ક માટે મોટો પડકાર ખોટ કરતી ટ્વિટરને નફો કરતી કરવાનો
  •  મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલર એટલે કે 3.65 લાખ કરોડ રૂપિયામાં ખરીદી
  • કંપનીને જૂન ક્વાર્ટરમાં 27 કરોડ ડોલર એટલે કે 2,200 કરોડની ખોટ ગઈ હતી
  • ટ્વિટરની કમાણી 42 હજાર કરોડ તો ફેસબૂકની કમાણી દસ લાખ કરોડ
  • ટ્વિટરની આવકમાં 89 ટકા હિસ્સો જાહેરાતોનો, સબસ્ક્રીપન્શનનો હિસ્સો શૂન્ય

એલન મસ્કે 44 અબજ ડોલર (3.65 લાખ કરોડ)માં ટ્વિટર ખરીદી લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ટ્વિટરને નફો કરતી કરવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ટ્વિટર નુકસાનમાં ચાલી રહી છે.

ટ્વિટરને આ જુનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં લગભગ 27 કરોડ ડોલર એટલે કે 2,200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેને ગયા વર્ષે 22.1 કરોડ ડોલર એટલે કે 1800 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આવકની વાત કરીએ તો ટ્વિટર મેટાનો મુકાબલો કરી શકે તેમ નથી. મેટાએ ગયા વર્ષે દસ લાખ કરોડની કમાણી કરી હતી. તેની સામે ટ્વિટરની કમાણી 42,000 કરોડ રૂપિયા હતી. તેથી જ મસ્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચમાં એક અબજ ડોલરનો કાપ મૂકવાની જાહેરાત કરી છે.

તેથી જ ટ્વિટરની આવક વધારવા મસ્કે બ્લુ ટિકના આઠ ડોલર વસૂલવાનો નિર્ણય લીધો છે. તેનાથી ટ્વિટરની આવક વધશે. ટ્વિટરના દૈનિક યુઝરની સંખ્યા 45 કરોડથી વધારે છે. તેમાથી 4.5 લાખ લોકો પાસે જ બ્લુ ટિક છે. મસ્કના એલાન પછી એવા ઘણા લોકોએ જણાવ્યું છે કે તેઓ બ્લુ ટિક માટે ચૂકવણી નહી કરે. પણ 4.5 લાખમાંથી બે લાખ લોકો પણ બ્લુ ટિક માટે ચૂકવણી કરે છે તો ટ્વિટરને દર મહિને 13 કરોડ રૂપિયાની વધારાની કમાણી થશે.

ટ્વિટરની કમાણીના ફક્ત બે જ સ્ત્રોત છે,એક તો જાહેરાત અને બીજું ડેટા લાઇસન્સિંગ. એડર્વટાઇઝિંગનો અર્થ પ્રમોટેડ કન્ટેન્ટ. જ્યારે ડેટા લાઇસન્સિંગમાં કંપની યુઝર્સના કેટલોક ડેટા વેચે છે, જેથી તેમને તેમની પસંદગીની જાહેરાત દેખાડી શકાય.
ટ્વિટરની ગયા વર્ષની પાંચ અબજ ડોલર (42,160 કરોડ રૂપિયા)ની આવકમાં જાહેરાતનો હિસ્સો 4.6 અબજ ડોલર (37,140 કરોડ રૂપિયા) હતો. ડેટા લાઇસન્સિંગ દ્વારા 51 કરોડ ડોલર (4,750 કરોડ રૂપિયા)ની આવક થઈ હતી. આમ ટ્વિટરની આવકમાં 89 ટકા હિસ્સો જાહેરાતોનો છે.

મસ્કે જણાવ્યું છે કે જે યુઝર્સ બ્લૂ ટિકના રૂપિયા ચૂકવશે તેને રિપ્લાય, મેન્શન અને સર્ચમાં અગ્રતા મળશે. જાહેરાતો ઓછી જોવા મળશે, તેની સાથે લાંબા વિડીયો પોસ્ટ કરવાની સગવડ પણ મળશે. ભારતીય યુઝર્સે કેટલો ચાર્જ આપવો પડશે તે હજી સામે આવ્યું નથી.
જો કે મસ્કની વાતમાં કશું નવું નથી. ટ્વિટર પર પહેલેથી જ સબસ્ક્રીપ્શન આધારિત મોડેલ રહ્યું છે. તે ટ્વિટર બ્લુ નામથી જાણીતું છે. તેનું સબસ્ક્રીપ્શન લેનારા યુઝર્સને ઘણા ફાયદા મળતા હતા. હવે આ જ ટ્વિટર બ્લુનું કાર્યક્ષેત્ર વિસ્તારીને તેમા બ્લુ ટિકનો સમાવેશ કરાયો છે.