Diwali-Fire/ રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણીની સાથે કેટલાય સ્થળોએ ફટાકડાના લીધે આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી. તેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડયું હતું.

Ahmedabad Top Stories Gujarat
YouTube Thumbnail 27 રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલ કે કોઈપણ જ્વલનશીલ કે દાહક પદાર્થનું વહન થતું હોય ત્યારે તેના પર સૂચના લખેલી હોય છે હાઇલી ઇન્ફ્લેમેબલ. હવે આ જ પ્રકારની સૂચના દિવાળીના તહેવારને લઈને આપવાની જરૂરિયાત પણ વર્તાઈ રહી છે.

સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણીની સાથે કેટલાય સ્થળોએ ફટાકડાના લીધે આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી. તેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડયું હતું. રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં ફટાકડાના લીધે આગ લાગવાની ઘટનાઓ મોટાપાયે બની હતી. તેના લીધે ફાયર બ્રિગેડે રીતસરનો ઓવરટાઇમ કરવો પડ્યો હતો. આમ છતાં પણ રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.

અમદાવાદમાં સરખેજ મકરબા, નિકોલ સહિતના સ્થળોએ આગ લાગી હતી. ઘટનાના પગલે ફાયર બ્રિગેડના સાત વાહનો દોડી ગયા હતા અને આગ બુઝાવી હતી. નિકોલમાં પંચમ મોલ પાસેના પાર્કિંગમાં આગ લાગી હતી. તેમા પાંચ રીક્ષાને નુકસાન પહોંચ્યું હતું.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંકુલમાં આગ લાગી હતી. મંદિરમાં રાત્રિના સમયે દિવાળી નિમિત્તે આતશબાજી કરાઈ હતી. તેમા બિલ્ડિંગ પાછળ ઊભા કરાયેલા તંબુમાં આગ લાગી હતી. આતશબાજી કરવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પાંચ જેટલા તંબુઓમાં આગ લાગી હોવાનું અનુમાન છે.

રાજ્યના અમદાવાદ પછીના મોટા મહાનગર સુરતના કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં ફઠાકડાના લીધે શેરડીના ખેતરમાં આગની ભયાનક ઘટના બની હતી. અગ્નિશામક દળની બે ગાડીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો પહોંચ્યો હતો અને તેણે આગ પર કાબ મૂળવ્યો હતો.

આવી જ બીજી આગ સુરતના ઉધના વિસ્તારમાં લાગી હતી. ઝરીના બંધ કારખાનામાં આગ લાગતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં અગ્નિશામક દળનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અગ્નિશામક દળની ટુકડી પહોંચે તે પહેલા લોકો દ્વારા પણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

સુરતના કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં ફટાકડાના કારણે શેરડીના ખેતરમાં ભયાનક આગની ઘટના ઘટી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરાયા હતા. ફાયરની બે ગાડીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ઉપરાંત રાજકોટમાં કાલાવડ રોડ પર આગની મોટી દુર્ઘટના સર્જાતા-સર્જાતા રહી ગઈ હતી. કાલાવડ રોડ પર આવેલા રાધિકા જ્વેલર્સમાં આગ લાગી હતી. રાધિકા જ્વેલર્સના મેઇન ગેટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આ આગ શો રૂમ સુધી પ્રસરે તે પહેલા તેના પર કાબૂ મેળવ્યો હતો.

ધોરાજી જેતપુર રોડ પર ખુલ્લા વાડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલા શ્રીનાથજી સોસાયટીમાં પ્લાસ્ટિકના પાઇપના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના તણખાના લીધે પાઇપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.

આ ઉપરાંત ખંભાળિયામાં જૂની સરકારી હોસ્પિટલ ગ્રાઉન્ડના કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આ આગ જૂની સરકારી હોસ્પિટલના રેકોર્ડરૂમ સુધી પ્રસરી હતી. રેકોર્ડ રૂમમાં રહેલી ફાઇલો સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


આ પણ વાંચોઃ World Cup 2023/ રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ કપમાં બનાવ્યો મોટો રેકોર્ડ, તોડ્યો આ પૂર્વ ભારતીય દિગ્ગજનો રેકોર્ડ

આ પણ વાંચોઃ Britain/ ભારતીય વિદેશ મંત્રીએ બ્રિટનના પીએમને આપી દિવાળીની ખાસ ભેટ, વિરાટ સાથે છે કનેક્શન

આ પણ વાંચોઃ Diwali 2023/ દિવાળીના બીજા દિવસે પૂજામાં ઉપયોગમાં લેવાતા દીવાઓ સાથે આ ભૂલ ન કરો!