અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. સિંધુ ભવન રોડ પર મર્સીડિઝ કાર અન્ય બે કાર સાથે ટકરાતા અકસ્માતની ઘટના બનવા પામી. મર્સિડીઝ કાર ચાલકની ઓળખ રિશીત મયુર પટેલ તરીકે કરવામાં આવી છે. બનાવ સમયે કાર ચાલક દારૂના નશામાં હોવાનું ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે. નબીરાએ વહેલી સવારે 3.26 વાગ્યે બેફામ ગાડી ચલાવતા આ ઘટના બનવા પામી.
સિંધુ ભવન રોડ પર મર્સિડીઝ કારથી અકસ્માત સર્જનાર કાર ચાલક રિશીત પટેલ RM બાયોસિસ વીસ્ટા કંપનીનો એમ ડી છે. નબીરા રિશીત પટેલે રેસિંગના ચક્કરમાં અન્ય બે કારને અડફેટે લેતા બનાવ બનવા પામ્યો. આ બનાવમાં હજુ સુધી કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. જો કે રિશિત પટેલના માણસોએ લોકો સાથે મારપીટ કરી હોવાનું સૂત્રોએ માહિતી આપી. રિશીતની કારમાંથી દારૂની બોટલો મળી હતી જેને રિશીતના માણસો દ્વારા સગેવગે કરવામાં આવી છે. રિશીત પટેલે 150થી 200ની સ્પીડે મર્સિડીઝ ગાડીથી અન્ય બે કારને અડફેટે લીધી.
સિંધુ ભવન રોડ એ નબીરાઓની જાગીર બનતો હોય તેવું લાગે છે. રાત્રે મોડે સુધી ખાણી-પીણીનો દોર ચાલતો હોય છે. ત્યારે પોલીસની પેટ્રોલિંગ કાર્યવાહીને લઈને પ્રશ્નો ઉભા થાય છે. તથ્ય પટેલ કેસનો નિર્ણાયાત્મક ચુકાદો આવ્યો નથી ત્યાં વધુ એક નબીરાએ મર્સિડીઝ કારથી અકસ્માત સર્જ્યો. સિંધુ ભવન રોડ ફરી નબીરાના આતંકનો સાક્ષી બન્યો છે.
આ પણ વાંચો : Diwali In Ayodhya/ PM મોદીએ અયોધ્યા નગરીની દિપોત્સવની તસવીરો શેર કરી
આ પણ વાંચો : આજનું રાશિફળ/ મકર રાશી સહીત આ રાશિના જાતકો માટે ખુશખબર,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચો : Diwali 2023/ દિવાળીના બીજા દિવસે પૂજામાં ઉપયોગમાં લેવાતા દીવાઓ સાથે આ ભૂલ ન કરો!