T20 World Cup/ ભારતની જીતથી સ્તબ્ધ પાકિસ્તાન, શાહિદ આફ્રિદીએ ICC પર ગંભીર આરોપ લગાવ્યા

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની ટીવી ચેનલ સાથે વાત કરતા આફ્રિદીએ ICC પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Trending Sports
ICC

T20 વર્લ્ડ કપ 2022 માં, ભારતએ બાંગ્લાદેશને 5 રનથી હરાવીને તેમની ચોથી મેચ જીતી લીધી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. આ સાથે જ બાંગ્લાદેશે પણ 7 ઓવરમાં 66 રન સાથે સારી શરૂઆત કરી હતી. પરંતુ, વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ હતી. વરસાદના વિક્ષેપના સમયે બાંગ્લાદેશ ડકવર્થ લુઈસના લક્ષ્યાંકથી 17 રન આગળ હતું. પરંતુ, આ પછી બાંગ્લાદેશને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, ICC ના નિર્ણયને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની ટીવી ચેનલ સાથે વાત કરતા આફ્રિદીએ ICC પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સાથે તેણે કહ્યું કે, ‘ICC ભારતને કોઈપણ સંજોગોમાં સેમિફાઈનલમાં લઈ જવા માંગે છે.’

શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘ગ્રાઉન્ડ પર લોકો લિટન દાસની ઇનિંગ્સથી ખૂબ એન્ટરટેઇન થયા હતા. આ એક શાનદાર મેચ રહી છે. મને ખબર છે કે ભારે વરસાદ હોવા છતાં મેચ તરત જ શરૂ કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે જ્યારે ભારત રમી રહ્યું હોય ત્યારે ICC પર દબાણ હોય છે. તેમાં ઘણી વસ્તુઓ સામેલ છે. એકંદરે બાંગ્લાદેશ સારું રમ્યું.

તેણે આગળ કહ્યું, ‘શાકિબ અલ હસન પણ કદાચ એવું જ કહી રહ્યા હતા અને તે સ્ક્રીન પર પણ બતાવવામાં આવ્યું હતું. તમે જમીન જોઈ, તે ભીની હતી. પરંતુ મને લાગે છે કે તે આઈસીસીનો ઝોક છે અને તેઓ કોઈપણ રીતે ભારતને સેમીફાઈનલમાં લઈ જવા માંગે છે. પાકિસ્તાન સામેની મેચ દરમિયાન અમ્પાયર પણ આવું જ હતું. આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ અમ્પાયરનો એવોર્ડ પણ તેમને જ મળવો જોઈએ.

આ પણ વાંચો:આયર્લેન્ડના જોશુઆ લિટલે ન્યૂઝીલેન્ડ સામે લીધી હેટ્રીક

આ પણ વાંચો:Lionel Messi એજ્યુકેશન સેક્ટરની અગ્રણી કંપની BYYU’Sના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર

આ પણ વાંચો: પાકિસ્તાનની જીતથી સેમિફાઇનલનું સમીકરણ જટિલ, ભારત પર શું થશે અસર?