Not Set/ વિદ્યાર્થીઓ નહીં રમી શકે pubg, શિક્ષણ વિભાગે મુક્યો પ્રતિબંધ

ગાંધીનગર, યુવાનોમાં ઘેલું લગાડનાર પબજીની રમત પર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રતિબંધ મુકી દીધો છે.યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં લત લગાડતી પબજીને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પબજી ગેમ પર પ્રતિબંધ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો […]

Top Stories Gujarat Trending
jjo 2 વિદ્યાર્થીઓ નહીં રમી શકે pubg, શિક્ષણ વિભાગે મુક્યો પ્રતિબંધ

ગાંધીનગર,

યુવાનોમાં ઘેલું લગાડનાર પબજીની રમત પર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રતિબંધ મુકી દીધો છે.યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં લત લગાડતી પબજીને રોકવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પબજી ગેમ પર પ્રતિબંધ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. પબજી ગેમથી થતા નુકશાનને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોમાં બાળકોને પબજી ગેમથી થતા નુકશાન અંગે જાગૃતિ કેળવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર દ્વારા દરેક સ્કૂલોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાની જાણ કરાઈ હતી. જેને કારણે શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં પબજી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે.

આ મુદ્દે શિક્ષણ નિયામકે જણાવ્યું છે કે, પબજી ગેમ પાછળની બાળકોની ઘેલછા જોવા મળતી હતી. જેને લઈ તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે દરેક સ્કૂલને આદેશ કરવામાં આવશે કે, શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ ભણાવશે.

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કુલના  શાસનાધિકારીસ એલ ડી દેસાઇએ કહ્યું કે અમે સ્કુલોમાં તો પબજી નહીં રમવા પર પ્રતિબંધ મુક્યો છે પરંતું શાળા બહાર પણ વાલીઓ પબજી ના રમે તેનું ધ્યાન રખાશે.વિદ્યાર્થીઓને સ્કુલમાં મોબાઇલ લાવવા પર પ્રતિબંધ છે પરંતું અમે વાલીઓને પણ મેસેજ આપીને સમજાવીશું શકે તેઓ પબજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરે.

તમને જણાવી દઈએ કે, પબજી ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે. જેને લઈ સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવની રજુઆત બાદ શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.