Not Set/ ગુજરાત/ ભાજપ અંતે નારાજ ધારાસભ્યને મનાવવામાં રહ્યુ સફળ

વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારનાં કામો નહિ થતા હોવાના કારણે  ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં કડકડતી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેને લઇને ભાજપનાં નેતા અને ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ચિંતામગ્ન બન્યા હતા. જો કે જીતુ વાઘાણી નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવામાં સફળ રહ્યા છે. ભાજપે […]

Top Stories Gujarat Others
jpg 2 ગુજરાત/ ભાજપ અંતે નારાજ ધારાસભ્યને મનાવવામાં રહ્યુ સફળ

વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારનાં કામો નહિ થતા હોવાના કારણે  ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં કડકડતી ઠંડીમાં પણ વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જેને લઇને ભાજપનાં નેતા અને ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ચિંતામગ્ન બન્યા હતા. જો કે જીતુ વાઘાણી નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવવામાં સફળ રહ્યા છે.

ભાજપે વડોદરાનાં સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારને મનાવી લીધા છે. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ધારાસભ્ય ઇનામદારને મળવા વડોદરા પહોચ્યા હતા. બન્ને વચ્ચે સર્કિટ હાઉસમાં બેઠક થઇ હતી અને ત્યા થયેલી વાતચીત બાદ કેતન ઇનામદાર માની ગયા હોવાનુ સામે આવ્યુ. સામે આવી રહેલી માહિતી મુજબ ધારાસભ્ય કેતન ઇનામદારની દરેક માંગણીઓને પુરૂ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યુ છે, જે મળ્યા બાદ ઇનામદારે રાજીનામુ પાછુ ખેચ્યુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ધારાસભ્યને મનાવવામાં સફળ તો રહ્યા પણ ઇનામદારે આ સમગ્ર નારાજગીને લઇને કહ્યુ કે, મે મારા આત્માના અવાજને સાંભળીને મેઇલ દ્વારા રાજીનામું આપ્યું હતું.  મારા જે પણ પ્રશ્નો હતા, સાથે મારા ડ્રિમ પ્રોજેક્ટ ડિલે થઇ રહ્યા હતા. વારંવાર રજૂઆત છતા નક્કર પરિણામ નહોતું આવતું. ઘણા સમયથી લાગણી દુભાઇ રહી હતી. નગરપાલિકાનાં વિકાસ કામો અટક્યા હતા એટલે મેં રાજીનામું આપવુ જરૂરી સમજ્યુ હતું. સ્ટ્રીટ લાઇટને લઇને રજૂઆત બાદ મને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ઇનામદારે કહ્યું કે, મને ખાતરી આપવામા આવી છે કે વહેલી તકે તમારા ડ્રિમ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મેદાનમાં આવ્યા હતા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતનો ખુલાસો કર્યો હતો.  વાઘાણીએ કહ્યું હતુ કે તેમણે કેતન ઈનામદાર સાથે પોતાના મતવિસ્તારનાં અમુક વિકાસકાર્યો બાબતે તેમની માગણીઓ હતી તે બાબતે તેમની સાથે વિગતવાર ચર્ચા કરી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેં તેમને બાહેધરી આપી છે કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે. વાઘાણીએ એમ પણ કહ્યું હતુ કે સાવલીનાં વિકાસની ચિંતા સરકાર કરી રહી છે અને વાતચીતથી તમામ પ્રશ્નોનાં ઉકેલ શક્ય બનશે. જે બાદ ગઇ કાલે થયેલી બેઠકમાં ચર્ચાઓ કર્યા બાદ  આખરે ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પાછુ ખેચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.