MI vs RR/ સેમસન-સ્ટોક્સની સામે મુંબઈ ઈન્ડિયન્સ ફ્લોપ, મેળવી 8 વિકેટે જીત

જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 ની સીઝન તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, તેમ તેમ વિશ્વની સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટમાં રોમાંચનું સ્તર એક અલગ લેવલ પર પહોંચી ગયુ છે.

Top Stories India
ipl સેમસન-સ્ટોક્સની સામે મુંબઈ ઈન્ડિયન્સ ફ્લોપ, મેળવી 8 વિકેટે જીત

જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 ની સીઝન તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, તેમ તેમ વિશ્વની સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટમાં રોમાંચનું સ્તર એક અલગ લેવલ પર પહોંચી ગયુ છે. રવિવારે રાજસ્થાન રોયલ્સની ટીમે અબુધાબીનાં ગ્રાઉન્ડ પર ડૂ અથવા ડાઇ મેચમાં મુંબઇ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી, જેમાં મુંબઇની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં હાર્દિક પંડ્યાની 21 બોલમાં અણનમ 60 રનની ઇનિંગ્સ રમી હતી. તેના આધારે ટીમે 195 રનનો સ્કોર થયો હતો.

રાજસ્થાન ટીમે બેન સ્ટોક્સની સદી અને સંજુ સેમસનની અડધી સદીની ઇનિંગ્સ 10 બોલમાં અગાઉથી જ આ મોટો સ્કોર હાંસલ કર્યો હતો અને મુંબઈ સામે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રનનો ચેજ કર્યો હતો. રનનો પીછો કરતા, રાજસ્થાનની ટીમે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તેમના ઓપનર બેન સ્ટોક્સ અને સંજુ સેમસનએ શાનદાર બેટિંગ કરી અને ત્રીજી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી તેમની ટીમને વધુ જરૂરી વિજય અપાવ્યો.

આ મેચમાં મુંબઈની ખતરનાક બોલિંગ બેન સ્ટોકસ અને સંજુ સેમસન સામે વાગી ગઈ હતી. રાજસ્થાન માટે બંને ખેલાડીઓએ માત્ર વિકેટને પડતા અટકાવ્યો જ નહીં પણ રનની ગતિને પણ પ્રતિ ઓવરમાં 10 રનથી વધુ આગળ વધવા દીધી નહીં. આજની મેચમાં બેન સ્ટોક્સે છેલ્લી 122 બોલમાં આવતા સિક્સરોનો દુકાળ હટાવ્યો હતો અને તેની ઇનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારી હતી.