Not Set/ નિત્યાનંદ આશ્રમ જમીનદોસ્ત, કેમ તોડાયો – કોણે આપી મંજૂરી જેવા સવાલો થયા ઉભા !!

અમદાવાદનાં હાથિજણ પાસે આવેલ વિવાદીત DSP સ્કૂલ સંકુલમાં બનાવાયેલો નિત્યાનંદ આશ્રમ જમીન દોસ્ત થઇ ગયો છે. આશ્રમને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશ્રમમાં સાધુ-સાધ્વીઓ રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.  અને આશ્રમને DPS સ્કૂલ ઓથોરીટી દ્રારા જ તોડી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, DPS સ્કૂલ જે જમીન પર નિર્માણ થઇ છે તે […]

Top Stories Ahmedabad Gujarat
ahd nityanand નિત્યાનંદ આશ્રમ જમીનદોસ્ત, કેમ તોડાયો - કોણે આપી મંજૂરી જેવા સવાલો થયા ઉભા !!

અમદાવાદનાં હાથિજણ પાસે આવેલ વિવાદીત DSP સ્કૂલ સંકુલમાં બનાવાયેલો નિત્યાનંદ આશ્રમ જમીન દોસ્ત થઇ ગયો છે. આશ્રમને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશ્રમમાં સાધુ-સાધ્વીઓ રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.  અને આશ્રમને DPS સ્કૂલ ઓથોરીટી દ્રારા જ તોડી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, DPS સ્કૂલ જે જમીન પર નિર્માણ થઇ છે તે જમીન NA થયેલી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

આપને જણાવી દઇએ કે, DPS સ્કૂલ ઓથોરીટી દ્વારા જેતે સમય, સ્કૂલને આશ્રમ સાથે કોઇ લેવા દેવા નથી તેવું જાહેર કરવામાં આવ્યું હતું. DPS દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આશ્રમ માટે તેમણે ફક્ત જગ્યા ભાડે આપી હતી. આશ્રમમાં શું ચાલી રહ્યું હતું તેની DPSને ખબર નહોતી અને કોઇ લેવા દેવા પણ ન હતા. જ્યારે સ્કૂલ જ ખોટા પ્રમાણ પત્રકોના આધારે ઉભી કરવામાં આવી છે અને ઉભી છે અને આશ્રમ મામલે મોટો વિવાદ સર્જાયો છે, હાલ સમગ્ર મામલે કોર્ટમાં પણ છે. ત્યારે અચાનક આશ્રમ તોડી કેમ પાડવામાં આવ્યો તે પણ એક સવાલ છે.

આપને જણાવી દઇએ કે, આશ્રમને તોડવાની કામગીરીમાં AUDAનો કોઇ રોલ નથી અને આ મામલે AUDA દ્રારા પણ કહેવામાં આવ્યું છે કે, આશ્રમ તોડવા બાબતે તંત્રને કોઇ જોણ નહોતી. તો આશ્રમ કોણે તોડ્યા અને શા માટે તોડ્યો તે પણ પ્રશ્ન ઉભા થાય છે. આશ્રમમાં કોઇ ગોરખઘંઘા ન હોતા થયા તો કેમ તોડી પાવામાં આવ્યો કે પછી આશ્રમ વિશે કોઇ માહિતીને પણ જમીનદોસ્ત કરવા માટે તોડી પાડવામાં આવ્યો છે ?

ઉલ્લેખનીય છે કે DPS સ્કૂલ સંકુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં ચાલતા ગોરખઘંઘા અને કુછ તો ગરબડ હૈ, તેવો સૌ પ્રથમ ઘટસ્ફોટ મંતવ્ય ન્યૂઝ દ્વારા જ  કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.