સચિન પોલીસે અમદાવાદથી કિશોરીને મુક્ત કરાવી
કિશોરીનો રૂ.70 હજારમાં સોદો, અમદાવાદમાં વેચી દેવાઈ હતી
છ માસ સુધી કિશોરી સાથે કરવામાં આવ્યું દુષ્કર્મ
હ્યુમન ટ્રાફિકિંગની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી
સેજપુર બોધા વિસ્તારના હરીશ સોલંકીની ધરપકડ
હરીશ નામના શખ્સે કિશોરીને રૂ.70 હજારમાં ખરીદી હતી
પીડિત કિશોરીને પણ મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લવાઈ
સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે. અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.
પ્રાપ્ત માહિતીના આધારે સુરત પોલીસે અમદાવાદ ખાતે હરીશના ઘરેથી આ ગુમસુદા કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી 15 વર્ષની કિશોરી 6 મહિના અગાઉ ગુમ થઇ હતી. જેની ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સુરત પોલીસ દ્વારા આ ગુમસુદા કિશોરીની શોધખોળ શરુ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે આ ગુમસુદા કિશોરી અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં છે. સચિન પોલીસે અમદાવાદ આવી સ્થળ પર તપાસ કરતા આ કિશોરી સૈજપુર ખાતે હરીશ સોલંકીના ત્યાંથી મળી આવી હતી.
હરીશ સોલંકી ની પૂછપરછ
કોશોરી સાથે ઝડપાયેલા હરીશ સોલંકીની સચિન પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. તેને પૂછપરછમાં જણાવ્યું હતું કે આ કિશોરીને તેણે 6 મહિના પહેલા કલોલની એક મહિલા પાસેથી 70 હાજર રૂપિયામાં ખરીદી હતી. અને તેને અમદાવાદના નરોડા વિસ્તારમાં ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું . હાલ હરીશ ને મેડીકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપીના લોહી અને અન્ય નમૂનાએ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
કિશોરી ડ્રેસ સિવડાવવા જતા મહિલાના સંપર્કમાં આવી હતી
કિશોરીને પણ સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે મીકલી આપવામાં આવી છે. આ કિશોરીએ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર ડો. હેતલ પટેલને જણાવ્યું હતું કે, 6 મહિના અગાઉ સચિનમાં તેણીની ડ્રેસ સિવડાવવામાં જી રહી હતી. જ્યાં તે એક મહિલાના સંપર્કમાં આવી હતી. અને તે મહિલાએ કહ્યું, “મારી સાથે ચાલ હું તને દીકરીની જેમ રાખીશ’ અને એવું કહીને કોઈ વસ્તુ તેને સુંઘાડી દીધી હતી. અને તેણીની બેભાનાવસ્થામાં જતી રહી હતી. ત્યારબાદ તે મહિલાના ઘરે જઈને ભાનમાં આવી હતી. આ મહિલાએ 5 તેણીને પોતાના ઘરે રાખી હતી. ત્યારબાદ એ મહિલાએ રૂ. 70 હજાર લઈ અને તેણીને હરીશ સાથે મોકલી આપી હતી. ત્યારથી તે હરીશના ઘરે રહી હતી. આ 6 મહિનામાં હરીશે 3-4વાર તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ)ની શક્યતા જોવાઈ રહી છે. અને તે આધારે આ કેશમાં પોલીસે કિશોરીનું વેચાણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
