Gujarat News/ રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે

કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે

Gujarat Gandhinagar
રાજ્યનાં ધરતીપુત્રો માટે રાહતનાં સમાચાર

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.

રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું.

ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ ચેક-અપના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાય છે રકમ

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું