Kutch Buj News : કચ્છ ભુજના દેશલપર ગ્રામ પંચાયતની એક મહિલા તલાટી રૂ,2,000 ની લાંચ લેતા ACB ની જાળમાં ફસાઈ હતી.આ કેસની વિગત મુજબ ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકી (શ્રી સરકાર) હસ્તક છે તેમા નવી રેસ્ટોરન્ટ બનાવવી હતી. જેના માટે સરકારશ્રીના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે ૫૨૫.૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી.
આ જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયત નો ઠરાવ આપવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી કચ્છ ભુજના નખત્રાણાના દેશલપર ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી તંદ્રિકાબેન એમ.ગરોડાએ તેના મોબાઇલ ફોન માં મેસેજથી રૂા.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ACB માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીએ દેશલપર ગ્રામ પંચાયત ઓફિસમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ,2,000 ની લાંચ લેતા ચંદ્રિકાબેન ગરોડાને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ડીઝલ ચોરોનો આતંક! ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
આ પણ વાંચો:ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી 73 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ગાંધીનગરમાં ફરિયાદી પાસે લાંચ માંગતા ACBએ ASIની કરી ધરપકડ