Surat News : સુરતમાં બે એકાઉન્ટન્ટે કારખાનાના માલિક સાથે ગદ્દારી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં લીંબાયતમાં યશ વિવિંગના કારખાના માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં બે એકાઉન્ટન્ટ દ્વારા કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી મારવામાં આવ્યું હતું,
દરમિયાન માલિકે ઉઘરાણી કરતા એકાઉન્ટન્ટે ઝેરી દવા પી આપઘાતની ચીમકી આપી હતી. એટલું જ નહી આરોપીઓએ પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. કારખાનાન માલિક પાસે એક એકાઉન્ટન્ટ 17 વર્ષથી તો બીજો 9 વર્ષથી નોકરી કરતો હતો.
માલિકે બંને વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: મોરબીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસનો આરોપી ઝારખંડ થી ઝડપાયો, ટેકનોલોજી કામે લાગી
