Ahmedabad News : અમદાવાદના બગોદરામાંથી પોલીસે 102 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગાંજો ઓરિસ્સાથી ટ્રક મારફતે ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બગોદરા પોલીસે 102 કિલો ગાંજો ઝડપ્યો હતો. બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે અને તે બાબતને લઈ ટ્રકને રોકી ચેકિંગ કરતા સામે આવ્યું કે આરોપી ઓરિસ્સાથી આ ગાંજો લઈ ગુજરાતમાં આવ્યો છે,આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે, હજી સુધી સામે આવ્યું નથી કે આ ગાંજો કોણે મંગાવ્યો હતો,પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આ ગાંજો બગોદરા થઈને ખેડા પહોંચાડવાનો હતો.
વધુમા પોલીસે જણાવ્યું કે, બગોદરા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એક ટ્રકને રોકીને તપાસ કરતા આ મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો ગુજરાતના કયા વિસ્તારમાં પહોંચાડવામાં આવવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાની કિંમત આશરે 10.24 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે પોલીસે ટ્રક સહિત કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
થોડા સમય પહેલાં ભાવનગરમાં ગાંજાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાવનગરના અલગ અલગ 7 પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એનડીપીએસના ગુનામાં પોલીસે જપ્ત કરેલો રૂા.17,69,802ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ પોશ ડોડાનો જથ્થો અદાલતની મંજૂરી બાદ અંકલેશ્વરની કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે બગોદરામાં પકડાયેલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને યોગ્ય તપાસ કરીને આ કેસની વઘુ વિગતોનો ખુલાસો બહાર આવવાની શકયતા વર્તાઈ રહી છે.
આ પણ વાંચો:સરખેજ નજીક ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
આ પણ વાંચો:અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા
આ પણ વાંચો:સિંધુભવન રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસનો દરોડો
