World News/ સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો

સિયોલ ડિફેન્સ ફોરમમાં Philippinesના રક્ષા સચિવે ચીનની નોટ જાહેરમાં વાંચીને તેને આંતરરાષ્ટ્રીય મંચ પર આડેહાથ લીધા હતા. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
Philippines

Philippines China Clash Seoul Defense Forum : દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે ચાલી રહેલો તણાવ હવે આંતરરાષ્ટ્રીય મંચો પર પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં યોજાયેલા એક ડિફેન્સ ફોરમ દરમિયાન ફિલિપાઇન્સના રક્ષા સચિવ ગિલ્બર્ટો સી. ટેઓડોરો જુનિયરે ચીનને જાહેરમાં આકરી ટકોર કરી. તેમણે ફિલિપિનો ભાષામાં ચીનને ‘થોડી શરમ કરો, થોડો તો લિહાજ રાખો’ એવો સંદેશ આપ્યો.

ચીન તરફથી મળેલા નોટથી શરૂ થયો સમગ્ર મામલો

ફોરમમાં ટેઓડોરો ‘ગ્રે-ઝોન’ દબાણની વ્યૂહરચના અંગે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે ચીન તરફથી એક નોટ પહોંચાડવામાં આવી. આ નોટમાં દક્ષિણ ચીન સાગર અંગે ચીનનું વલણ રજૂ કરવામાં આવ્યું હતું. ટેઓડોરોએ નોટને વાંચીને તેના મુદ્દાઓનો જાહેરમાં જવાબ આપ્યો. ચીનના મતે 2016માં ફિલિપાઇન્સના પક્ષમાં આવેલો આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલનો નિર્ણય કાયદાકીય રીતે માન્ય નથી અને ચીન તેને સ્વીકારતું નથી.

Philippines

UNCLOS અંગે પણ ટેઓડોરોએ ઉઠાવ્યો સવાલ

નોટમાં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા UNCLOSનો ઉલ્લેખ આવતા ટેઓડોરોએ ચીનના વલણ પર સવાલ ઉઠાવ્યો. તેમણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે જો UNCLOSને જ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ ગણવામાં આવે છે, તો ચીનની દલીલ પર સવાલ ઊભો થાય છે. ફિલિપાઇન્સના(Philippines) રક્ષા સચિવે વધુમાં આરોપ લગાવ્યો કે આ પ્રકારનું વર્તન માત્ર ‘ગ્રે-ઝોન’ દબાણ પૂરતું નથી, પરંતુ વાસ્તવિક દબાણ અને આક્રમક વલણ દર્શાવે છે.

‘થોડી શરમ કરો’ કહેતા ગૂંજ્યો હોલ

ટેઓડોરોએ ફિલિપિનો(Philippines) ભાષામાં ચીનને સંબોધતા ‘મગીંગ ડિસેન્ટે લૈંગ કાયો નંગ કોન્ટી, મહિયા નામન કાયો નંગ કોન્ટી’ કહ્યું, જેનો અર્થ થાય છે કે ‘થોડી શરમ કરો, થોડો તો લિહાજ રાખો.’ તેમના આ નિવેદન બાદ ફોરમમાં તાળીઓ પણ પડી હતી. ઘટના બાદ ચીનના વિદેશ મંત્રાલયે ફિલિપાઇન્સને દક્ષિણ ચીન સાગરમાં અસ્થિરતા ફેલાવવાના પ્રયાસો બંધ કરવાની સલાહ આપી. ચીને પોતાના પ્રાદેશિક દાવાઓ અંગેનું વલણ ફરી સ્પષ્ટ કર્યું.

દક્ષિણ ચીન સાગરનો જૂનો વિવાદ

ચીન દક્ષિણ ચીન સાગરના મોટા વિસ્તાર પર ‘નાઈન-ડૅશ લાઈન’ના આધારે પોતાનો ઐતિહાસિક અધિકાર હોવાનો દાવો કરે છે. બીજી તરફ ફિલિપાઇન્સ(Philippines) UNCLOS હેઠળ પોતાના વિશેષ આર્થિક ક્ષેત્રના અધિકારોનો હવાલો આપે છે. 2016માં Permanent Court of Arbitrationએ ફિલિપાઇન્સની અરજી પર ચુકાદો આપ્યો હતો, જેને ચીને સ્વીકાર્યો નથી. આ જ મુદ્દો બંને દેશો વચ્ચે સતત તણાવનું મોટું કારણ રહ્યો છે.


આ પણ વાંચો: અમેરિકા-કેનેડા વેપાર યુદ્ધ વકર્યું, કેનેડાએ 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ ઝીંક્યો

આ પણ વાંચો:અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભીષણ, અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકાનો હુમલો

આ પણ વાંચો: BRICSમાં ભારતની અધ્યક્ષતાના રશિયાએ કર્યા વખાણ, 90% લેવડદેવડ સ્થાનિક ચલણમાં