USA Iran War Updates Crude Oil Price Hike: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બની ગયો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMના જણાવ્યા મુજબ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ છેલ્લા બે દિવસમાં અમેરિકન નૌસેનાના એક યુદ્ધજહાજને બે વખત બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી દાવા મુજબ બંને હુમલા નિષ્ફળ રહ્યા અને કોઈ અમેરિકન સૈનિકને ઈજા થઈ નથી.
અમેરિકાએ 5 ઓઈલ ટેન્કરોને બનાવ્યા નિશાન
આ હુમલાના જવાબમાં અમેરિકન દળોએ પાંચ ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા હોવાની જાહેરાત કરી છે. CENTCOM મુજબ M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1 અને M/T Riescoને ગલ્ફ ઓફ ઓમાનમાં જ્યારે M/T Deryaને ખાર્ગ આઈલેન્ડ નજીક નિશાન બનાવવામાં આવ્યું હતું. અમેરિકી સેનાના જણાવ્યા પ્રમાણે હુમલા પહેલાં પાંચેય જહાજોના ક્રૂને જહાજ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જહાજોને એટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું કે તેઓ કામગીરી માટે અસમર્થ બની ગયા.
CENTCOM forces destroyed five Iranian crude oil carriers, Sept. 8, after the Islamic Revolutionary Guard Corps (IRGC) targeted a U.S. Navy warship with ballistic missiles twice over the past two days. The U.S. warship successfully evaded the attempted Iranian attacks and… pic.twitter.com/Gi8a2tloN1
— U.S. Central Command (@CENTCOM) September 8, 2026
ઓઈલ નેટવર્ક પર સીધો પ્રહાર
અમેરિકાએ દાવો કર્યો છે કે આ ટેન્કરો ઈરાનના IRGC સાથે જોડાયેલા ઓઈલ નેટવર્કનો ભાગ હતા. અમેરિકી સેનાના આરોપ મુજબ આ નેટવર્કથી થતી અબજો ડોલરની આવકનો ઉપયોગ IRGC અને તેના પ્રાદેશિક સહયોગીઓને ફંડ કરવા માટે કરવામાં આવતો હતો. આ પહેલાં 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા.
હોર્મુઝ પર વધ્યો વૈશ્વિક ચિંતા
અમેરિકા-ઈરાન(Iran) વચ્ચેની વધતી સૈન્ય અથડામણની સીધી અસર ઊર્જા બજાર પર પડી રહી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ચિંતા વધી છે. આ માર્ગ વૈશ્વિક ઓઈલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને અહીં કોઈ મોટી અડચણ ઊભી થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠા પર અસર પડી શકે છે. તાજેતરના તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ લગભગ 100 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે.
M/T Riesco sinks in the Gulf of Oman, Sept. 8, after being destroyed by CENTCOM forces in response to attempted IRGC attacks on a U.S. Navy warship. pic.twitter.com/EkmG8uyMT9
— U.S. Central Command (@CENTCOM) September 9, 2026
Iran તરફથી પણ વળતા હુમલાના અહેવાલ
અમેરિકી કાર્યવાહીના થોડા સમય બાદ ઈરાન(Iran) તરફથી પણ અમેરિકન લક્ષ્યો સામે મિસાઈલ હુમલાના અહેવાલો સામે આવ્યા છે. આ સ્થિતિએ મધ્ય-પૂર્વમાં સંઘર્ષ વધુ વિસ્તરવાની આશંકા વધારી છે. હવે બંને દેશો વચ્ચેની આગામી કાર્યવાહી પર સમગ્ર વિશ્વની નજર છે.
આ પણ વાંચો: BRICSમાં ભારતની અધ્યક્ષતાના રશિયાએ કર્યા વખાણ, 90% લેવડદેવડ સ્થાનિક ચલણમાં
આ પણ વાંચો: સાઉદી અરેબિયા પર હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી, હવે પાકિસ્તાન-તુર્કી શું કરશે?
આ પણ વાંચો:ભારત-ઈરાન સંબંધો પર ઈરાનનું મોટું નિવેદન, ચાબહારથી BRICS સુધી સહયોગ વધારવાના સંકેત
