Ahmedabad Honor Killing Case Sophia Murder: અમદાવાદના સરખેજ વિસ્તારમાં 22 વર્ષીય સોફિયાના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં યુવતીનું મોત માર્ગ અકસ્માતમાં થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં આ કેસ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતીના પિતા મોહમ્મદ ફારૂક અને ભાઈ મોહમ્મદ હાબીલ પર તેની હત્યા કરી ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરવાનો આરોપ છે.
વીડિયો વાયરલ થયા બાદ પરિવાર સાથે વિવાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લગભગ ત્રણ મહિના અગાઉ સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. પોલીસના દાવા પ્રમાણે, સોફિયાના (Ahmedabad) અન્ય યુવકો સાથેના સંપર્કને લઈને પરિવાર નારાજ હતો અને આ બાબતને લઈને તેની હત્યાનું કાવતરું ઘડાયું હતું.

સુમસામ સ્થળે લઈ જઈ હુમલો કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટની રાત્રે પિતા અને ભાઈ સોફિયાને બાઈક પર બેસાડી સરખેજના ઘેલજીપુરા ગામ નજીકના એક અવાવરુ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં ભાઈએ પોતાની પાસે રાખેલી હથોડી વડે સોફિયાના માથા પર હુમલો કર્યો હતો. પોલીસનો આરોપ છે કે આ ઘટનામાં પિતાએ પણ મદદ કરી હતી. હત્યાની ઘટના બાદ આરોપી ભાઈએ ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી અને અકસ્માતમાં સોફિયાને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જણાવાયું હતું.
CCTV ફૂટેજથી શંકા વધુ ઘેરી બની
Ahmedabad પોલીસે અકસ્માતના સ્થળ અને આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. અદ્વૈત બંગલોઝના ફૂટેજમાં અકસ્માત થયો હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા. જોકે, લગભગ 30 મિનિટ બાદ બાઈક પર ત્રણ લોકો ત્યાં પહોંચ્યા હોવાનું અને બાઈક પડવાનો અવાજ સંભળાયો હોવાનું પોલીસને જણાયું હતું. આ વિસંગતતાના આધારે ટેકનિકલ ટીમે વધુ તપાસ શરૂ કરી.
પૂછપરછમાં સમગ્ર કાવતરું સામે આવ્યું
અમદાવાદ (Ahmedabad) પોલીસે ફરિયાદી મોહમ્મદ હાબીલની પૂછપરછ કરતાં તેના જણાવેલા રૂટ અને CCTVમાં મળેલી માહિતી વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ્યો હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ પોલીસ તપાસમાં હત્યાની કથિત યોજના અને અકસ્માતનું નાટક રચ્યાની વિગતો સામે આવી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ હત્યા બાદ સોફિયાના મૃતદેહને અદ્વૈત બંગલોઝ નજીક લાવી બાઈક પછાડી અકસ્માતનો માહોલ ઊભો કર્યો હતો. બંને આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ
આ પણ વાંચો: અમદાવાદ રામોલમાં સગીરની જોખમી ડ્રાઈવિંગનો VIDEO વાયરલ, એક્ટિવા આપનાર માતા સામે ગુનો
આ પણ વાંચો:અમદાવાદની શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં 15 ટાંકા; CCTV બંધ મળતાં સવાલો
