Breking News/ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ પાસે ટ્રિપલ સવારી એક્ટિવાએ વૃદ્ધને અડફેટે લીધા,CCTV વાઇરલ

Activa Accident: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટ્રિપલ સવારી એક્ટિવાએ ટક્કર મારી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat Top Stories Ahmedabad Trending Breaking News
Activa Accident

Ahmedabad Motera Stadium Accident: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર-1 નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. 9 સપ્ટેમ્બરે સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ એક વૃદ્ધ રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ યુવકોને લઈને પૂરઝડપે આવી રહેલી એક્ટિવાએ વૃદ્ધને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ રોડ પર ફંગોળાઈને પટકાયા હતા.

CCTVમાં કેદ થઈ અકસ્માતની સમગ્ર ઘટના

આ અકસ્માત(Accident) નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં એક્ટિવા પર ત્રણ યુવકો સવાર હોવાનું અને વાહન ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જોવા મળે છે. રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધ સાથે એક્ટિવાની સીધી ટક્કર થતાં તેઓ રોડ પર પટકાયા હતા. ટક્કર બાદ એક્ટિવા ચાલકે પણ વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને પાછળ બેઠેલા બે યુવકો સાથે રસ્તા પર પટકાયા હતા.

વૃદ્ધ સહિત ચારેયને હોસ્પિટલ ખસેડાયા

અકસ્મત(Accident) બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રોડ પર ચારેય લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોઈને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી અને વૃદ્ધ રાહદારી તેમજ એક્ટિવા પર સવાર ત્રણેય યુવકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ અને એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રિપલ સવારી અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગની તપાસ

ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત(Accident) અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. એક્ટિવા પર ત્રણ લોકો સવાર હોવાના કારણે ટ્રિપલ સવારીના નિયમના ભંગ તેમજ વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટનાક્રમની તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદ રામોલમાં સગીરની જોખમી ડ્રાઈવિંગનો VIDEO વાયરલ, એક્ટિવા આપનાર માતા સામે ગુનો

આ પણ વાંચો:અમદાવાદની શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં 15 ટાંકા; CCTV બંધ મળતાં સવાલો

આ પણ વાંચો:અમદાવાદમાં અકસ્માત પાછળ ઓનર કિલિંગનો ખુલાસો, પિતા-ભાઈએ યુવતીની હત્યા કરી