Lifestyle News : જો તમને ખુલ્લા આકાશમાં મુક્ત પંખીની જેમ ઊડવું અને પવનની લહેરખીઓ સાથે વાતો કરવી ગમતી હોય, તો પેરાગ્લાઇડિંગ (Paragliding Spots)તમારા માટે એક શ્રેષ્ઠ એડવેન્ચર સ્પોર્ટ છે. કુદરતી સૌંદર્ય (Natural beauty)અને પહાડી નજારા વચ્ચે હવામાં ઊડવાનો અનુભવ મેળવવા માટે ભારતમાં અનેક અદ્ભુત સ્થળો આવેલા છે. જો તમે આ રજાઓમાં કોઈ રોમાંચક પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો દેશના આ લોકપ્રિય પેરાગ્લાઇડિંગ સ્પોટ્સની મુલાકાત ચોક્કસથી લેવા જેવી છે.
Paragliding Spots : આકાશી રોમાંચ અને ટેન્ડમ ફ્લાઇટનો અનોખો અનુભવ
પેરાગ્લાઇડિંગ એક એવી સાહસિક રમત છે જે દરેક વ્યક્તિના શ્વાસ થંભાવી દે છે. નવોદિતો અને પ્રથમ વખત પેરાગ્લાઇડિંગ કરનારાઓ માટે અનુભવી પાયલટ સાથે ‘ટેન્ડમ ફ્લાઇટ’ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. જ્યારે જે લોકો પાસે યોગ્ય તાલીમ અને અગાઉનો અનુભવ છે, તેઓ એકલા (Solo Flight) પણ આકાશી ઉડાનનો આનંદ માણી શકે છે.

બીર-બિલિંગ અને સોલાંગ વેલી (હિમાચલ પ્રદેશ):
હિમાચલ પ્રદેશનું બીર-બિલિંગ ભારતની ‘પેરાગ્લાઇડિંગ કેપિટલ’ તરીકે જગમશહૂર છે. કાંગડા જિલ્લાની જોગિન્દર વેલીમાં આશરે 2400 મીટરની ઊંચાઈએથી શરૂ થતી ઉડાન પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ ઉપરાંત મનાલી પાસે આવેલી સોલાંગ વેલી પણ સાહસિકો માટે બીજું સૌથી લોકપ્રિય કેન્દ્ર છે.
ભીમતાલ અને નૌકુચિયાતાલ (ઉત્તરાખંડ):
તળાવોના શહેર નૈનીતાલ નજીક આવેલા ભીમતાલ અને નૌકુચિયાતાલ પેરાગ્લાઇડિંગના ઉત્સાહીઓ માટે ખૂબ જ ફેવરિટ ડેસ્ટિનેશન છે. હજારો ફૂટની ઊંચાઈએથી લીલાછમ પહાડો અને તળાવોનો નજારો જોવો એ એક અવિસ્મરણીય અનુભવ છે.
કામશેત (મહારાષ્ટ્ર) અને ગંગટોક (સિક્કિમ):
પશ્ચિમ ભારત અને દક્ષિણના પ્રવાસીઓ માટે મહારાષ્ટ્રનું કામશેત શ્રેષ્ઠ સ્થળ છે, જ્યાં 1200 ફૂટની ઊંચાઈએથી ‘ટાવર હિલ’ પરથી ટેક-ઓફ કરી શકાય છે. બીજી તરફ, પૂર્વ ભારતમાં ઉત્તર-પૂર્વના સિક્કિમ સ્થિત ગંગટોકનું ‘દારા દારા’ પોઈન્ટ 2200 ફૂટની ઊંચાઈએથી હિમાલયની બરફાચ્છાદિત પર્વતમાળાઓનો વિહંગમ નજારો પૂરો પાડે છે.
આ પણ વાંચો :જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!
આ પણ વાંચો :દૂધમાંથી મશીન વિના ઘરે જ મિલ્ક પાવડર બનાવો…મહીનાઓ સુધી નહિં બગડે!
આ પણ વાંચો :બ્લેકહેડ્સ નહિં…ચહેરા પર દેખાય છે વ્હાઈટહેડ્સ? જાણીએ તબીબી દ્રષ્ટિએ એનું કારણ!
