Beauty Tips/ બ્લેકહેડ્સ નહિં…ચહેરા પર દેખાય છે વ્હાઈટહેડ્સ? જાણીએ તબીબી દ્રષ્ટિએ એનું કારણ!

વ્હાઈટહેડ્સ (Whiteheads) સામાન્ય રીતે, કપાળ પર અને ગાલ ઉપર થાય છે પરંતુ એ પીઠ અને છાતી પર પણ થઈ શકે છે…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Whiteheads...ખીલ થવાની પ્રારંભિક અવસ્થા..!

Beauty Tips: સામાન્ય રીતે બ્લેકહેડ્સ (Blackheads)ની સમસ્યા તો ઘણા લોકોને હોય જ છે. પરંતુ, શું તમે જાણો છો કે વ્હાઈટહેડ્સ (Whiteheads)પણ તમારી ત્વચાની રંગત અને બનાવટને ઘણી હદ સુધી બગાડી શકે છે? વિશેષ કરીને તૈલી ત્વચા અથવા તો કોમ્બિનેશન સ્કિન વાળા લોકોને આ સમસ્યા ઘણા અંશે નડતી હોય છે. ત્વચા નિષ્ણાતોના મતે, જ્યારે ત્વચાના રોમછિદ્રો (Skin pores) બંધ થઈ જાય છે ત્યારે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે. તો ચાલો જાણીએ એને દૂર કરવા માટે શું કરવું જોઇએ…

શું છે વ્હાઈટહેડ્સ? (What are Whiteheads)

વ્હાઈટહેડ્સ સામાન્ય રીતે, કપાળ પર અને ગાલ ઉપર થાય છે પરંતુ એ પીઠ અને છાતી પર પણ થઈ શકે છે. જ્યારે ડેડ સ્કિન સેલ્સ, કેરોટિન અને સીબમ (Dead skin cells, carotene and sebum)ના કારણે ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે ત્યારે આ વ્હાઇટહેડ્સ બનતા હોય છે. આ એક રીતે ખીલ (Pimples)ની પ્રારંભિક અવસ્થા અર્થાત્ એક પ્રકારનું ક્લોઝ્ડ કૉમેડોન કહેવાય છે.

વ્હાઈટહેડ્સ

વ્હાઈટહેડ્સ થાય તો શું કરવું?

વારંવાર વ્હાઈટહેડ્સ થાય તો એને ફોડવા અથવા દબાવવાની ભૂલ ન કરવી જોઈએ…આમ કરવાથી ત્વચામાં બળતરા અને સોજો વધી શકે છે અને ખીલ થવાનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત, ખોટી રીતે દબાવવાથી સ્કિન પર ડાઘા પણ પડી શકે છે.

કેવી ક્રીમ વાપરવી જોઈએ?

વ્હાઈટહેડ્સ માટે એવી સ્કિન કેર પ્રોડક્ટ અથવા ક્રીમનો ઉપયોગ કરવો જે બંધ રોમછિદ્રોને અને જમા થયેલા કેરોટિનને ઓછા કરવામાં સહાયક બને. આ તત્વોને કૉમેડોલિટિક્સ કહે છે. જો કે, કોઈ પણ એક્ટિવ ક્રીમનો ઉપયોગ ત્વચાના પ્રકાર અને સમસ્યા પર નિર્ભર કરે છે આથી ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી બહેતર રહેશે.

ડર્મેટોલોજીસ્ટ પાસે ક્યારે જવું?

જો લાંબા સમયથી વ્હાઈટહેડ્સની સમસ્યા રહેતી હોય અને સ્કિન કેર કરવા છતાં એ ઓછી ન થાય અથવા તો ચહેરો પર ઘણા બધા વ્હાઈટહેડ્સ હોય તો અવશ્ય ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઇે. વિશેષ કરીને, જો અગાઉથી જ ખીલ અથવા તો એના ઊંડા નિશાન હોય કે પછી આગલી પેઢીને ખીલ કે નિશાનની સમસ્યા હોય તો વિશેષજ્ઞ પાસે જવું બહેતર રહેશે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો :તહેવારમાં ચહેરો ચાંદ જેવો ચમકશે! ઘરે જ પળવારમાં કીવી ફેશિયલ વડે મેળવો પાર્લર જેવો ઇન્સ્ટન્ટ ગ્લો

આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.

આ પણ વાંચો :ચહેરા પરના ડાઘ-ધબ્બા મિનિટોમાં થશે ગાયબ; રોજિંદા આહારમાં સામેલ કરો આ અદ્ભુત ‘સુપર-ડ્રિંક’