Lifestyle News/ ચહેરા પરના ડાઘ-ધબ્બા મિનિટોમાં થશે ગાયબ; રોજિંદા આહારમાં સામેલ કરો આ અદ્ભુત ‘સુપર-ડ્રિંક’

ચહેરાના હઠીલા ડાઘ-ધબ્બા દૂર કરી ત્વચાને ચમકદાર બનાવવા (SkinCareTips) માટે ઘરે જ બનાવો આમળા, બીટ, ગાજર, દાડમ અને સફરજનનું ખાસ સુપર-ડ્રિંક. જાણો તેનાથી મળતા અદ્ભુત ફાયદા.

Trending Health & Fitness Lifestyle
SkinCareTipsFacial blemishes vanish minutes

Health & Fitness News :આજકાલની ભાગદોડભરી અને વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાની સુંદરતા પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. ચહેરા પર ખીલ, ડાઘ-ધબ્બા અને કરચલીઓ એટલી વધી જાય (SkinCareTips)છે કે મોંઘી ક્રીમ કે દવાઓ પણ અસર કરતી નથી. પરંતુ શું તમે જાણો છો કે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સના બદલે શરીરને અંદરથી ડિટોક્સ કરીને ત્વચા પર કુદરતી નિખાર લાવી શકાય છે?

ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist)અને હેલ્થ એક્સપર્ટ્સના મતે, સફરજન, દાડમ, ગાજર, બીટ અને આમળામાંથી બનાવેલું વિશેષ ‘સુપર-ડ્રિંક’ ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરીને ચહેરાને ચમકદાર અને ગુલાબી બનાવવામાં (NaturalGlow )અત્યંત અસરકારક સાબિત થાય છે.

BEET

SkinCareTips : ચમકતી ત્વચા માટે ‘સુપર-ડ્રિંક’ ના વિટામિન્સ અને ફાયદા

આમળા (વિટામિન સી નો ખજાનો): આ ડ્રિંકમાં આમળા સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. તેમાં રહેલું વિટામિન સી અને કોલેજન બૂસ્ટર ગુણો ચહેરાના હઠીલા ડાઘ-ધબ્બા દૂર કરીને ત્વચાની કુદરતી રંગત જાળવી રાખે છે.

બીટ (લોહી શુદ્ધિકરણ અને ગુલાબી ગ્લો): બીટ શરીરમાં રક્ત પુરવઠો વધારે છે અને લોહીને અંદરથી શુદ્ધ કરે છે. લોહી સાફ થતાં જ ચહેરા અને ગાલ પર કુદરતી ગુલાબી ચમક આવે છે.

દાડમ (એન્ટીઑકિસડન્ટ્સ અને હિમોગ્લોબિન): દાડમ ત્વચાની શુષ્કતા (Dryness) દૂર કરે છે. તેનાથી ત્વચાના કોષોને પોષણ મળે છે અને ચહેરો દોષરહિત બને છે.

ગાજર (વિટામિન A અને એન્ટી-એજિંગ): ગાજરમાં રહેલું બીટા-કેરોટીન અને વિટામિન A ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને કરચલીઓ તથા ફાઇન લાઇન્સ રોકીને ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

સફરજન (ડિટોક્સિફિકેશન અને પાચન): સફરજનમાં રહેલું ફાઇબર પાચનતંત્ર સુધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર કાઢે છે, જેથી ચહેરા પર અનોખી રોનક આવે છે.

હેલ્થ અને ઇમ્યુનિટી માટે પણ વરદાન

આ જ્યુસ માત્ર ત્વચાને જ ચમકદાર નથી બનાવતું, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને પણ મજબૂત કરે છે. મોસમી બીમારીઓથી રક્ષણ આપવાની સાથે આમળા અને ગાજર આંખોની રોશની સુધારવામાં પણ મદદરૂપ થાય છે. રોજ સવારે આ ડ્રિંક પીવાથી દિવસભર શરીરમાં સુપરફાસ્ટ એનર્જી જળવાઈ રહે છે.


આ પણ વાંચો :ચોમાસામાં હેર સ્પા કે હેર માસ્ક? જાણો વાળની ચીકાશ, ફ્રિઝીનેસ અને ખંજવાળ દૂર કરવા કયો વિકલ્પ છે બેસ્ટ

આ પણ વાંચો :ઘરે ગેસ પર મકાઈ બળવાની ચિંતા છોડો; કૂકરમાં રેતી વગર શેકો બજાર જેવી જ ક્રિસ્પી અને દેશી સ્વાદ વાળી મકાઈ

આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 ખાસ વસ્તુઓનું સેવન; આખો દિવસ મળશે સુપરફાસ્ટ એનર્જી અને થાક થશે દૂર