Lifestyle News/ ઘરે ગેસ પર મકાઈ બળવાની ચિંતા છોડો; કૂકરમાં રેતી વગર શેકો બજાર જેવી જ ક્રિસ્પી અને દેશી સ્વાદ વાળી મકાઈ

ઘરે ગેસ પર મકાઈ બળી જાય છે? જાણો રેતી કે મીઠા વગર પ્રેશર કૂકરમાં જ લારી જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શેકેલી મકાઈ (Tasty Corn) બનાવવાની આસાન દેશી રીત અને સ્ટેપ-બાય-સ્ટેપ ટિપ્સ.

Trending Health & Fitness Lifestyle
roast market-style Tasty Corn right cooker

Health & Fitness : ચોમાસાની ઋતુનું આગમન થતાં જ ગરમાગરમ, લીંબુ-મસાલા અને મીઠા વાળી શેકેલી મકાઈ (Tasty Corn) ખાવાની મજા જ કંઈક અનોખી હોય છે. સામાન્ય રીતે રસ્તાની લારીઓ પર કોલસા પર શેકેલી મકાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણીવાર લોકો ઘરે ગેસના બર્નર પર મકાઈ શેકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે કાં તો અંદરથી કાચી રહી જાય છે અથવા બહારથી બળીને કાળી પડી જાય છે.

MAKAI

આ જ કારણે લોકો મકાઈને બાફી (Boil) નાખે છે, પરંતુ બાફેલી મકાઈમાં શેકેલી મકાઈ (Roasted corn) જેવો સોંધો સ્વાદ મળતો નથી.જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આજે રેતી કે મીઠા વગર માત્ર પ્રેશર કૂકર (Pressure cooker)માં બજાર જેવી જ પરફેક્ટ, સોફ્ટ અને ક્રિસ્પી મકાઈ શેકવાની એક આસાન અને દેશી રીત જાણી લો.

Tasty Corn : કૂકરમાં મકાઈ શેકવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

મકાઈની સફાઈ અને ટુકડા: સૌપ્રથમ મકાઈના ફોતરાં અને તેના ઝીણા રેશા (Fine fibers) ને પૂરેપૂરા સાફ કરી લો. જો કોઈ ભાગ બગડેલો હોય તો તેને કાપી નાખો. હવે કૂકરમાં સરળતાથી ગોઠવાઈ શકે તે માટે મકાઈના 2 થી 3 સરખા ટુકડા કરી લો.

ઘીથી ગ્રીસિંગ કરવું: પ્રેશર કૂકરના તળિયે થોડું દેશી ઘી લગાવીને તેને બરાબર ગ્રીસ કરો. ઘી લગાવવાથી મકાઈ તળિયે ચોંટશે નહીં, બળશે નહીં અને શેકાતી વખતે દેશી ઘીની સરસ સુગંધ આવશે. ત્યારબાદ મકાઈના ટુકડાને કૂકરમાં એક સ્તરમાં ગોઠવો.

ભીના કાપડનો ખાસ પ્રયોગ (સિક્રેટ ટિપ): રસોડાનું એક ચોખ્ખું જાડું સુતરાઉ (કોટન) કાપડ પલાળીને તેનું વધારાનું પાણી બરાબર નીચોવી લો. આ ભીના કાપડથી કૂકરમાં રહેલી મકાઈને ચારેય તરફથી ચુસ્તપણે ઢાંકી દો. આ પદ્ધતિ મકાઈને અંદરથી સોફ્ટ અને બહારથી એકસરખી શેકવામાં મદદ કરશે.

ધીમા તાપે શેકવું: હવે કૂકરનું ઢાંકણ બંધ કરો (ધ્યાન રાખવું કે સીટી ન વાગે) અને તેને મધ્યમ આંચ પર મૂકો. વરાળ બનવા લાગે એટલે ગેસની આંચ સાવ ધીમી કરી દો. મકાઈને 15 મિનિટ સુધી ધીમા તાપે અંદર જ શેકાવા દો. 15 મિનિટ પછી ગેસ બંધ કરી કૂકરનું પ્રેશર આપમેળે નીકળવા દો.કૂકર ખોલતાં જ કોલસા પર શેકાયેલી મકાઈ જેવી જ સુગંધિત અને ક્રિસ્પી મકાઈ તૈયાર હશે! હવે તેના પર લીંબુ, સંચળ અને લાલ મરચું લગાવીને ગરમાગરમ ખાવાની મજા માણો.


આ પણ વાંચો :ચોમાસામાં ભૂલથી પણ ના જતાં ભારતની આ 7 પ્રખ્યાત જગ્યાઓએ; લેન્ડસ્લાઇડ અને ફ્લેશ ફ્લડનો મોટો ખતરો

આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 ખાસ વસ્તુઓનું સેવન; આખો દિવસ મળશે સુપરફાસ્ટ એનર્જી અને થાક થશે દૂર

આ પણ વાંચો :જમ્યા પછી કેમ આવે છે ભારે સુસ્તી અને અતિશય ઊંઘ? જાણો વૈજ્ઞાનિક કારણો અને અચૂક ઉપાયો