Travel News : ચોમાસાની ઋતુ બેસતાં જ પહાડોની સુંદરતા અને હરિયાળી બમણી થઈ જાય છે. પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ આ અલ્હાદક મોસમમાં હિલ સ્ટેશનો (Trip to hilly regions)તરફ પ્રયાણ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ મોસમ પોતાની સાથે કુદરતી આપદાઓનું જોખમ પણ લાવે છે.
સત્તાવાર ટ્રાવેલ એડવાઇઝરી અને હવામાન વિભાગ (IMD) ના અહેવાલો મુજબ, ચોમાસા દરમિયાન દેશના કેટલાક અતિ લોકપ્રિય પહાડી સ્થળોની મુલાકાત લેવી ભારે પડી શકે છે. અતિભારે વરસાદ, ભૂસ્ખલન (Landslide) અને અચાનક આવતા પૂર (Flash Floods) ને કારણે 7 પ્રખ્યાત હિલ સ્ટેશનો પર પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Trip to hilly regionse : હિમાચલ અને ઉત્તરાખંડના આ 5 સ્થળો છે સૌથી વધુ સંવેદનશીલ
ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં આફતનો માહોલ રહે છે.
જોશીમઠ અને ચમોલી (ઉત્તરાખંડ): અહીં જમીન ધસવાની અને પહાડો પરથી પથ્થરો પડવાની ઘટનાઓ ચોમાસામાં ચરમસીમાએ પહોંચી જાય છે.
તનાલી અને કસૌલ (હિમાચલ પ્રદેશ): કુલ્લુ-મનાલી અને પાર્વતી વેલીના કસૌલમાં બિયાસ નદીના પૂર અને લપસણા રસ્તાઓને કારણે માર્ગો બંધ થઈ જાય છે.
ઋષિકેશ અને મસૂરી (ઉત્તરાખંડ): ભારે વરસાદના કારણે હરિદ્વાર-ઋષિકેશ અને દેહરાદૂન-મસૂરી હાઈવે પર ભૂસ્ખલન થતાં પ્રવાસીઓ કલાકો સુધી ફસાઈ રહે છે.
કેરળનું વાયનાડ: દક્ષિણ ભારતમાં પણ ભારે એલર્ટ
માત્ર ઉત્તર ભારત જ નહીં, પરંતુ પશ્ચિમ ઘાટ (Western Ghats) ના પહાડોમાં આવેલું કેરળનું વાયનાડ (Wayanad) પણ ચોમાસામાં અત્યંત સંવેદનશીલ બની જાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અહીં માટી ધસી પડવા અને પૂર આવવાના કારણે જાનમાલનું ભારે જોખમ રહેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓએ પ્રવાસીઓને આ દિવસોમાં દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોની બિનજરૂરી યાત્રા ટાળવા અપીલ કરી છે.
ચોમાસામાં પ્રવાસ કરતી વખતે આ ખાસ સેફ્ટી ટિપ્સ ધ્યાન રાખો
ઘરની બહાર નીકળતા પહેલા IMD ની રેડ કે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી અને સ્થાનિક ન્યૂઝ ખાસ ચકાસી લો.પહાડી રસ્તાઓ પર રાત્રે ધુમ્મસ અને ભૂસ્ખલનનું જોખમ વધી જતું હોવાથી રાત્રે વાહન ન ચલાવો.વહેતા પાણીની નજીક જઈને સેલ્ફી લેવાનું સાહસ જીવલેણ નીવડી શકે છે.પાવર બેંક, ટોર્ચ, ફર્સ્ટ એઇડ બોક્સ અને પૂરતો સૂકો નાસ્તો કારમાં અચૂક રાખો તથા સરકારી હેલ્પલાઈન નંબરો સેવ રાખો.
આ પણ વાંચો :જમ્યા પછી કેમ આવે છે ભારે સુસ્તી અને અતિશય ઊંઘ? જાણો વૈજ્ઞાનિક કારણો અને અચૂક ઉપાયો
આ પણ વાંચો :કાળા થઈ ગયેલા ઘૂંટણ અને કોણી મિનિટોમાં ચમકશે; અજમાવો આ 2 સરળ દેશી ઉપાયો
આ પણ વાંચો :ચહેરા અને હાથ-પગ પરનું સન ટેનિંગ મિનિટોમાં થશે ગાયબ; રસોડામાં રહેલી આ બે વસ્તુઓથી મળશે નિખાર
