Lifestyle News/ કાળા થઈ ગયેલા ઘૂંટણ અને કોણી મિનિટોમાં ચમકશે; અજમાવો આ 2 સરળ દેશી ઉપાયો

ઘૂંટણ અને કોણીની કાળાશથી (Dark knees-elbows)પરેશાન છો? લીંબુ, મધ, બેસન અને દહીં જેવા સરળ ઘરેલુ ઉપાયોથી ત્વચા પરનો મેલ અને મૃત કોષો દૂર કરો અને મેળવો ચમકતી તથા કોમળ ત્વચા.

Trending Health & Fitness Lifestyle
Dark knees-elbows will glow in minutes.

 Health & Fitness News : પુરુષો હોય કે સ્ત્રીઓ, મોટાભાગના લોકો પોતાના ચહેરાની સુંદરતા જાળવવા માટે વિવિધ ક્રીમ અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન હાથની કોણી અને પગના ઘૂંટણની ત્વચા વારંવાર અવગણનાનો ભોગ બને (Dark knees-elbows)છે. પરિણામે, ત્યાં મૃત ત્વચા અને મેલ જમા થવાથી કાળાશ વધી જાય છે, જે શોર્ટ ડ્રેસ કે સ્લીવલેસ કપડાં પહેરતી વખતે કદરૂપું (Ugly)લાગે છે. ઘણીવાર આ કાળાશ સામાન્ય સાબુથી દૂર થતી નથી. જો તમે પણ કાળા ઘૂંટણ કે કોણીની સમસ્યાથી પરેશાન છો, તો રસોડાની વસ્તુઓ (Kitchen items)માંથી બનતા આ સરળ ઘરેલુ ઉપાયોથી ત્વચા (Skin)ને સુકોમળ અને ચમકદાર બનાવી શકો છો.

KALASH

Dark knees-elbows: લીંબુ અને મધનું નેચરલ બ્લીચિંગ પેક

ઘૂંટણ અને કોણીની કાળાશ દૂર કરવા માટે લીંબુ અને મધનું મિશ્રણ અત્યંત રામબાણ ઈલાજ ગણાય છે. લીંબુ એક કુદરતી સાઇટ્રિક બ્લીચિંગ એજન્ટ છે જે જમા થયેલા મેલને ઊંડાણપૂર્વક સાફ કરે છે, જ્યારે મધ ત્વચાની કોમળતા અને ભેજ જાળવી રાખે છે.

ઉપયોગ કરવાની રીત: અડધી ચમચી શુદ્ધ મધમાં એક ચમચી તાજો લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટને ઘૂંટણ અને કોણી પર લગાવીને 15 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ ત્વચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. નિયમિત રીતે 3 થી 4 અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી અદ્ભુત પરિણામ જોવા મળશે.

બેસન (ચણાનો લોટ) અને દહીંનું હોમમેઇડ સ્ક્રબ

કોણી અને ઘૂંટણની ત્વચા પર ડેડ સ્કિન એટલે કે મૃત કોષો સતત જમા થતા રહે છે. ચણાનો લોટ એક ઉત્તમ નેચરલ એક્સફોલિએટર છે જે ત્વચાના મૃત કોષોને બહાર ફેંકે છે, જ્યારે દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને અંદરથી પોષણ આપીને નિખારે છે.

ઉપયોગ કરવાની રીત: બે ચમચી તાજું દહીં અને એક ચમચી બેસન ભેગા કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કાળી પડેલી કોણી અને ઘૂંટણ પર લગાવીને 10 થી 15 મિનિટ રહેવા દો. સુકાઈ જાય એટલે હાથમાં થોડું પાણી લઈ ગોળાકાર ગતિમાં સ્ક્રબ કરીને તેને ધોઈ લો. આ ઉપાયથી ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ બને છે.


આ પણ વાંચો : ચહેરા અને હાથ-પગ પરનું સન ટેનિંગ મિનિટોમાં થશે ગાયબ; રસોડામાં રહેલી આ બે વસ્તુઓથી મળશે નિખાર

આ પણ વાંચો : તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમાં ડિટર્જન્ટની ભેળસેળ તો નથી ને? આ રીતે ઘરે જ કરો સરળ ચકાસણી

આ પણ વાંચો : સવારે ખાલી પેટે કરો આ 3 વસ્તુઓનું સેવન, આખો દિવસ બોડીમાં રહેશે ઓવરલોડેડ એનર્જી