Health & Fitness : આજના ભાગદોડભર્યા જીવનમાં મોટાભાગના લોકો બપોરના કે રાતના ભોજન પર ધ્યાન આપે છે, પરંતુ દિવસની શરૂઆત કેવી રીતે કરવી તે બાબતે અજાણ રહે છે. ન્યુટ્રિશનિસ્ટ્સના મતે, સવારે (morning )ઉઠતાની સાથે જ તમે સૌથી પહેલા પેટમાં શું પધરાવો છો, તેના પર જ તમારા આખા દિવસનું પાચન, મૂડ અને એનર્જી લેવલ નિર્ભર કરે છે.
જાણીતા ન્યુટ્રિશનિસ્ટે (Nutritionist)પોતાની પર્સનલ મોર્નિંગ રૂટિન શેર કરતા સવારે 6 વાગ્યે ખાલી પેટે લેવામાં આવતી 3 મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે ખુલાસો કર્યો છે. જો તમને પણ સવારે આળસ, સુસ્તી કે થાક અનુભવાતો હોય, તો આ સરળ હેલ્થ ટીપ્સ તમારા દિવસને ઉર્જાવાન બનાવી શકે છે.
250 મિલી પાણીથી દિવસનો પ્રારંભ
રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ દરમિયાન આપણું શરીર (Body)સંપૂર્ણપણે પાણી વગર રહે છે, જેના કારણે સવારે હળવું ડીહાઇડ્રેશન થાય છે.સવારે ઉઠતાની સાથે જ 250 મિલી નવશેકું કે સાદું પાણી પીવાથી શરીરમાં ફ્લુઇડ્સનું સંતુલન પુનઃસ્થાપિત થાય છે. આનાથી મેટાબોલિઝમ તુરંત જ સક્રિય થઈ જાય છે અને પાચનતંત્ર બરાબર કામ કરવા લાગે છે.
1ચમચી શુદ્ધ નારિયેળ તેલ (હેલ્ધી ફેટ્સ)
પાણી પીધા પછી તરત જ ચા, કોફી કે ભારે નાસ્તો કરવાને બદલે 1 ચમચી ‘વર્જિન કોકોનટ ઓઇલ’ (Pure coconut oil) લેવાની સલાહ આપવામાં આવે છે.ખાલી પેટે શુદ્ધ હેલ્ધી ફેટ્સ લેવાથી બ્લડ સુગરનું સ્તર આખો દિવસ નિયંત્રિત અને સ્થિર રહે છે. આનાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે અને માનસિક ચિડચિડાપણું રહેતું નથી.
એક કપ બ્લેક કોફી (એકાગ્રતા અને ઊર્જા માટે)
આ મોર્નિંગ રૂટિનના છેલ્લા તબક્કામાં 1 કપ ગરમ બ્લેક કોફીનું સેવન કરવામાં આવે છે.બ્લેક કોફીમાં રહેલું કેફીન સવારે શરીરમાં નેચરલ કોર્ટિસોલ લેવલને 30 થી 40 ટકા સુધી વધારી દે છે, જેનાથી આળસ ગાયબ થઈ જાય છે અને ફોકસ વધે છે. સાથે જ, તેમાં રહેલા પોલીફેનોલ્સ (એન્ટિઓક્સિડન્ટ્સ) આંતરડાના સ્વાસ્થ્ય (Gut Health) માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે.પાણી, વર્જિન કોકોનટ ઓઇલ અને બ્લેક કોફીનો આ પરફેક્ટ સમન્વય તમારા પાચનતંત્રને મજબૂત રાખીને આખો દિવસ શરીરમાં સુપરફાસ્ટ એનર્જી જાળવી રાખે છે.
આ પણ વાંચો :નાભિમાં તેલનું ટીપું મૂકવાથી ચહેરા પર આવશે નિખાર અને ઝડપથી વધશે વાળ, જાણો યોગ્ય રીત
આ પણ વાંચો :જેઠાલાલનો ઓલ-ટાઇમ ફેવરિટ નાસ્તો,ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી ફાફડા અને રસદાર જલેબી, નોંધો સરળ રેસીપી
આ પણ વાંચો :ચોમાસામાં પેટની સમસ્યાઓથી છો પરેશાન? ફણસના બીજનો આ દેશી ઉકાળો આપશે રાહત
