Lifestyle News/ નાભિમાં તેલનું ટીપું મૂકવાથી ચહેરા પર આવશે નિખાર અને ઝડપથી વધશે વાળ, જાણો યોગ્ય રીત

આયુર્વેદ મુજબ રાત્રે નાભિ (Navel)માં તેલ લગાવવાથી ત્વચા પર કુદરતી નિખાર આવે છે, વાળનો વિકાસ ઝડપી થાય છે અને પાચન સુધરે છે. જાણો ત્વચા અને આરોગ્ય મુજબ કયું તેલ વાપરવું.

Lifestyle Health & Fitness
Put two drops of oil in the navel

Lifestyle News : આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં નાભિ (Navel) ને માનવ શરીરનું મુખ્ય કેન્દ્રબિંદુ અને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળક પણ માતા પાસેથી તમામ પોષણ નાભિ દ્વારા જ મેળવે છે. આપણા શરીરની હજારો નસો નાભિ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. આ જ કારણ છે કે નાભિમાં રોજ તેલ લગાવવાની પ્રક્રિયા — જેને ‘નાભિ પૂરણ’ અથવા ‘પેચોટી થેરાપી’ (Pechoti Therapy) કહેવામાં આવે છે — ત્વચા, વાળ અને એકંદર સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે.નાભિમાં યોગ્ય તેલ લગાવવાથી કયા મોટા ફાયદા થાય છે અને કઈ તકલીફમાં કયું તેલ વાપરવું જોઈએ, તેની વિગતવાર માહિતી અહીં રજૂ કરવામાં આવી છે

નાભિમાં તેલ ટીપું મૂકવાના અદ્ભુત ફાયદા

કુદરતી ગ્લો, ચમકદાર ત્વચા અને ઝડપી વાળનો વિકાસ

ત્વચા માટે: નાભિમાં બદામ કે લીમડાનું તેલ લગાવવાથી ચહેરા પરના ખીલ, ડાર્ક સર્કલ, કરચલીઓ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. આ ઉપરાંત ફાટેલા હોઠ અને ડ્રાય સ્કિનની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે છે.

વાળ માટે: રાત્રે સોતા પહેલા નાભિમાં નારિયેળનું તેલ મૂકવાથી વાળ ખરતા અટકે છે, મૂળ મજબૂત થાય છે અને વાળનો વિકાસ બમણી ઝડપે થાય છે.

NABHI

પાચનતંત્રમાં સુધારો અને એસિડિટીમાંથી રાહત

જો તમને સતત ગેસ, પેટનું ફૂલવું, કબજિયાત કે પેટમાં અસ્વસ્થતા રહેતી હોય, તો નાભિમાં સરસવનું તેલ અથવા હિંગ મિશ્રિત તેલ લગાવવાથી પાચન ઉત્સેચકો સક્રિય થાય છે અને તુરંત રાહત મળે છે.

માનસિક તણાવ મુક્તિ અને ગાઢ ઊંઘ

રાત્રે નાભિમાં તેલનું માલિશ કરવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે. તેનાથી દિવસભરનો માનસિક થાક, ચિંતા અને સ્ટ્રેસ દૂર થાય છે તેમજ જે લોકોને અનિદ્રા (Sleep Issues) ની સમસ્યા હોય તેમને ગાઢ ઊંઘ આવે છે.

સાંધાના દુખાવા અને પીરિયડ્સ પેઇનમાં રાહત

 શિયાળામાં કે વાયુ દોષના અસંતુલનને કારણે થતા સાંધાના દુખાવામાં તલનું તેલ નાભિમાં લગાવવાથી રાહત મળે છે. મહિલાઓને માસિક ધર્મ (Periods) દરમિયાન થતા કમરના દુખાવા અને પેટના ખેંચાણમાં તલ કે સરસવનું તેલ અત્યંત ફાયદાકારક રહે છે.

OIL

હોર્મોનલ સંતુલન અને આંખોની ડ્રાયનેસ

નાભિ પૂરણ પદ્ધતિથી પ્રજનન સ્વાસ્થ્ય સુધરે છે અને હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે. સાથોસાથ કમ્પ્યુટર કે મોબાઈલના વધુ પડતા વપરાશથી થતી આંખોની શુષ્કતા (Dry Eyes) માં પણ સુધારો થાય છે.

કઈ સમસ્યામાં કયું તેલ વાપરવું?

બદામનું તેલ : ત્વચા પર ગ્લો લાવવા અને ચહેરાના ડાઘ દૂર કરવા

નારિયેળનું તેલ : વાળનો ગ્રોથ વધારવા અને ફાટેલા હોઠ ઠીક કરવા

સરસવનું તેલ : પાચન સુધારવા, ગેસ અને સાંધાના દુખાવા દૂર કરવા

લીમડાનું તેલ : ચહેરા પરના ખીલ અને ત્વચાના ઇન્ફેક્શન માટે

તલનું તેલ / દેશી ઘી : પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા અને શરીરની શુષ્કતા દૂર કરવા.

વાપરવાની સાચી રીત:રાત્રે સૂતા પહેલા નાભિને સાફ કરી તેમાં 3 થી 3 ટીંપા તેલના મૂકો અને નાભિની આસપાસ હળવા હાથે 1-2 મિનિટ મસાજ કરો


આ પણ વાંચો :ચોમાસામાં પેટની સમસ્યાઓથી છો પરેશાન? ફણસના બીજનો આ દેશી ઉકાળો આપશે રાહત

આ પણ વાંચો :અધૂરી ઊંઘ બાદ પણ દિવસભર રહેશો ફ્રેશ: બ્રેન ફોગ અને આળસ દૂર કરવાની આસાન રીતો

આ પણ વાંચો :નેચરલ ગ્લો માટે ઘરે બનાવો ફેસ સીરમ,  અજમાવો આ 2 અસરકારક ઉપાય