Food Recipe: ઘરે અચાનક આવેલા મહેમાનો માટે તમે ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe) બનાવી શકો છો. આ બનાવવામાં સરળ છે અને ખાવામાં પણ લાજવાબ લાગે છે.
દિવાળી (Diwali 2026)ના તહેવારને હવે કેવળ થોડા જ દિવસોની વાર છે. આ અંગે તમામ ઘરોમાં અત્યારથી તૈયારીઓ શરુ થઈ જાય છે. ઘરની સાફ સફાઈથી માંડીને ડેકોરેશન સુધીની તૈયારીઓ પણ શરુ થઈ હશે! દિવાળીને આનંદનો તહેવાર કહેવામાં આવે છે. આ વિશેષ તહેવારે બધા લોકો એક બીજાના ઘરે જાય છે.
દિવાળીમાં ઘણી વાર અચાનક મહેમાન (Guests) ઘરે મળવા આવી ચડે છે. આ સંજોગોમાં સમજ નથી પડતી કે એમને સ્નેક્સ (Snacks)માં શું સર્વ કરવું? તમારે ગભરાવાની જરુર નથી…અચાનક આવેલા મહેમાનો માટે તમે ક્રિસ્પી કોર્ન (મકાઈનું ફરસાણ) બનાવી શકો છો. આ બનાવવામાં સરળ છે અને ખાવામાં પણ લાજવાબ લાગે છે. અહિં તમારા માટે ક્રિસ્પી કોર્ન (Crispy Corn)ની સરળ રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ. તો નોંધી લો રેસિપી…
શી રીતે બનાવશો ક્રિસ્પી કોર્ન? (Crispy Corn Recipe)
ક્રિસ્પી કોર્ન સ્નેક બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ બાફેલા સ્વીટ કોર્ન
3-4 મોટા ચમચા કોર્નફ્લોર
1 મોટી ચમચી ચોખાનો લોટ
અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર
1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું
1 નાની ચમચી ચાટ મસાલા
1/4 કપ બારીક સમારેલી ડુંગળી
2 મોટી ચમચી બારીક સમારેલા શિમલા મિર્ચ
2 લીલા મરચાં
1 નાની ચમચી લીંબુનો રસ
બારીક સમારેલી કોથમીર
તળવા માટે તોલ
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા સ્વીટ કોર્ન (Sweet Corn)ના દાણા લેવા. એમાં કોર્નફ્લોર, ચોખાનો લોટ, સ્વાદાનુસાર મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને સારી રીતે કોટ કરી લો. ધ્યાન રાખવું કે કોર્નના દાણા પર સારી રીતે કોટિંગ ચોંટી જાય.
2. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે એમાં કોર્નના દાણા થોડા-થોડા કરીને નાખવા. એને મધ્યમથી હાઈ ફ્લેમ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.
3. તળેલા ક્રિસ્પી કોર્નને એક ટિશ્યૂ પેપર પર કાઢી લેવા જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય.
4. હવે એક પૅનમાં 1 નાની ચમચી તેલ ગરમ કરો અને એમાં સમારેલા લીલા મરચા, ડુંગળી અને કેપ્સિકમને ફાસ્ટ તાપે થોડી સેકન્ડ સાંતળી લેવા.
5. એમાં તળેલા કોર્ન નાખવા અને ઉપર કશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો,સ્વાદાનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરીને તમામ વસ્તુઓને સારી રીતે ટૉસ કરી લો.
તો તૈયાર છે તમારા ક્રિસ્પી કોર્ન (Crispy Corn)….જેને બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવા. મહેમાનોને આ નાસ્તો ઘણો જ પસંદ પડશે
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
આ પણ વાંચો: મકાઈનો રોટલો ફુગ્ગાની જેમ ફુલી જશે, કણક ભેળતી વખતે આ વસ્તુ ઉમેરી દો, ચકલા પર રોલ કરવામાં સરળતા રહેશે
