Jamnagar News/ જામનગરમાં જર્જરિત દિવાલ ધરાશાયી: 1 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત

જામનગર શહેરમાં જૂના મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી (Jamnagar Wall Collapse)થવાની દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે

Gujarat Others Breaking News
જામનગર શહેરમાં જૂના મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી (Jamnagar Wall Collapse)થવાની દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે

Jamnagar News :  જામનગર (Jamnagar)શહેરમાં જૂના મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી (Jamnagar Wall Collapse)થવાની દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત (Worker Death)નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. મહાવીર સોસાયટીમાં ગીતા મંદિર પાસે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

જામનગરમાં જૂના મકાનની દિવાલ અચાનક ધરાશાયી

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે (30 ઓક્ટોબર) જામનગરના મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે જયુ દાસાણી નામના વ્યક્તિના જૂના મકાનમાં દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક મકાનની જર્જરિત દિવાલનો એક મોટો ભાગ ધરાશાયી (Jamnagar Wall Collapse)થયો હતો.

દિવાલ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો સુનીલ, કારુ અને જતીન ચૌહાણ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ કામગીરી કરી

ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ભારે જહેમત બાદ ત્રણેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.

ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, સુનીલની હાલત અત્યંત ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ (Worker Death)નીપજ્યું હતું.

બે શ્રમિકો જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કારુ અને જતીન ચૌહાણને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં (GG Hospital Jamnagar)ખસેડવામાં આવ્યા છે. બંનેની તબીબી સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક વિગતો મુજબ, મૃતક સુનીલ અને ઈજાગ્રસ્ત કારુ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, બનાવની જાણ થતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: મહિસાગરમાં વરસાદી પાણીથી જર્જરિત થયેલી માટીની દિવાલ ધરાશાયી, દિવાલ નીચે દટાઈ જતા બે બાળકોના મોત.

આ પણ વાંચો: નવસારીમાં ઉદ્ઘાટન પહેલાં જ ટાઈડલ ડેમની દિવાલ ધરાશાયી: બાંધકામની ગુણવત્તા સામે સવાલો, ઘટનાને લઈ વિવાદ

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ