Mahisagar News/ મહિસાગરમાં વરસાદી પાણીથી જર્જરિત થયેલી માટીની દિવાલ ધરાશાયી, દિવાલ નીચે દટાઈ જતા બે બાળકોના મોત.

મહિસાગરના ખાટા ગામમાં વરસાદને કારણે માટીની દિવાલ ધરાશાયી. દિવાલ ધરાશાયી થતાં દિવાલ નીચે રમી રહેલા બે માસૂમ બાળકોનો દટાઈ જતા મોત. ગામમાં શોકનો માહોલ છવાયો.

Gujarat Others Breaking News
mahisagar

Mahisagar News: મહિસાગરમાં સતત વરસાદ અને ભેજને કારણે, માટીના ઘરની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. દિવાલ અચાનક ધરાશાયી થતા ઘરની નજીક રમતા બે માસૂમ બાળકો કાટમાળમાં નીચે ફસાઈ તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક 3 થી 4 વર્ષની બાળકી અને એક 2 વર્ષનો બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી ગામ શોકનો માહોલ છે.

Mahisagarમા દિવાલ થરાશાય થતા બે બાળકોના મોત 

મહિસાગર જિલ્લાના વીરપુરથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખાટા (Khata) ગામમાં, વરસાદને કારણે નબળી પડી ગયેલી માટીના ઘરની દિવાલ અચાનક ધરાશાયી (Wall collapsed)થઈ ગઈ. દિવાલ પાસે રમતા બે માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ જતા બંનેના ઘટનાસ્થળે જ મોત (Deaths of two children) નીપજ્યા હતા. આ ઘટનાથી  આખા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ખાટા ગામના રહેવાસી પગી જેસાભાઈ તેમના બે પુત્રો અજમેલભાઈ અને સંજયભાઈ સાથે તેમના પરિવાર સાથે તેમના ઘરમાં રહે છે. સતત વરસાદ (Heavy rain)ને કારણે માટીના ઘરની દિવાલો ભીની અને નબળી પડી ગઈ હતી. ગુરુવારે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે, પરિવારના બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા. 

આ દરમિયાન, દિવાલ અચાનક તૂટી પડી, જેના કારણે બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં અજમેલ પગીની ત્રણથી ચાર વર્ષની પુત્રી અને સંજય પગીના બે વર્ષના પુત્રનું મૃત્યુ થયું. બંને સગા ભાઈઓના માસૂમ બાળકો હતા.


આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી, AMCની કામગીરી સામે ઉઠ્યા સવાલ

આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં લક્ઝરી પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી, 48 પરિવારો બે દિવસથી ઘરવિહોણા

આ પણ વાંચો: ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના મોત