Not Set/ ખેડુતો પર ઉતરી વરસાદી આફત, કમોસમી વરસાદે કરોડો રૂપિયાના પાકનો ભોગ લીધો

ગાંધીનગર, ઓખી વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. છેલ્લાં 24 કલાકમાં પડી રહેલાં વરસાદના કારણે પ્રત્યેક જિલ્લામાં નુકસાન થયું છે. કૃષિ વિભાગના ડાયરેક્ટર  બી આર શાહે પાકના વાવેતરની વિગતો આપી હતી.રાજ્યમાં કમોસમી વરસી રહેલાં વરસાદને કારણે ઇસબગુલ, જીરૂ, કપાસ, વરીયાળી, રાયડામાં વ્યાપક નુકસાન થયું છે. ઓખી વાવાઝોડાના કારણે વરસાદ થા સરકારે ખરીદેલો કરોડો રૂપિયાનો કપાસ પલળી ગયો […]

Gujarat

ગાંધીનગર,

ઓખી વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. છેલ્લાં 24 કલાકમાં પડી રહેલાં વરસાદના કારણે પ્રત્યેક જિલ્લામાં નુકસાન થયું છે. કૃષિ વિભાગના ડાયરેક્ટર  બી આર શાહે પાકના વાવેતરની વિગતો આપી હતી.રાજ્યમાં કમોસમી વરસી રહેલાં વરસાદને કારણે ઇસબગુલ, જીરૂ, કપાસ, વરીયાળી, રાયડામાં વ્યાપક નુકસાન થયું છે. ઓખી વાવાઝોડાના કારણે વરસાદ થા સરકારે ખરીદેલો કરોડો રૂપિયાનો કપાસ પલળી ગયો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. રાજ્યમાં 26.48 લાખ હેક્ટર કપાસનું વાવતર ચોમાસામાં થયું હતું.

કપાસ સિવાય 2.69 લાખ હેક્ટર જીરૂ કરોડો રૂપિયાનો પાક ખતમ થયો હતો, જ્યારે 13 હજાર હેક્ટર ઈશબગુલ સાવ સાફ થઈ ગયું  છે. કમોસમી વરસાદને કારણે 2.93 લાખ હેકટર વરીયાલી જેને સારું એવું નુકસાન થયું હતું. રાજ્યમાં 2.15 લાખ હેક્ટર રાયડો જે ખેતરોમાં તૈયાર થઈ ગયો હતો. તે મોટા ભાગે ખતમ થયો છે. રાયડાનું સૌથી વધું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં વાવેતર 16 લાખ હેક્ટર ઘઉંનું વાવેરત થયું છે. જેમાં વહેલું વાવેતર કરનાર ખેડૂતોનો પાક ઢળી ગયો છે.

1.66 લાખ હેક્ટરમાં તૈયાર થયેલાં એરંડા જેમાં થોડું નુકશાન થયું 

રાજ્યમાં 4.50 લાખ હેક્ટર ફળોના બગીચા છે એેક લાખ ટન ઉત્પાદન થાય છે જેમાં પણ સારું એવું નુકશાન થયું છે.

80 હજાર હેક્ટર કેળા છે જેમાં ઘણાં સ્થળે કેળ તુટી પડી છે,જ્યારે 30 હજાર હેક્ટર ચીકુ 3 લાખ ટન ચીકુ વર્ષે થાય છે તેમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.તો 70 હજાર હેક્ટર દાડમના બગીચા જેમાં વર્ષે 90 હજાર ટન ઉત્પાદન થાય છે જેમાં સારું એવું નુકસાન થયું છે.