Bhavnagar News: ભાવનગર શહેરમાં ગરમ મસાલાના (Spices) નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. ગયા મહિને ઓગસ્ટ મહિનામાં તહેવારોની ઋતુ શરૂ થતા દરમિયાન આરોગ્ય વિભાગે મસાલાના નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા. જેમાં 5 નમૂના ફેલ (Food Sample) થતા વેપારીઓ સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

રાજ્યમાં દિનપ્રતિદિન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં ભાવનગર શહેરમાંથી 131 ખાદ્યચીજોના નમૂના આરોગ્ય વિભાગે લીધા હતા. આ ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાવવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ મુજબ ગરમ મસાલાના 5 નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. ધાણાજીરૂ, મરી મસાલાના લીધેલા નમૂના ફેલ થયા હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

માહિતી મુજબ ગરમ મસાલાનાં 5 નમૂના ફેલ થતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તહેવારો નજીક આવતા ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે દંડનીય પગલાં લેવામાં આવી રહ્યા છે.
બે વર્ષ અગાઉ રાજકોટ ખાદ્ય વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્યચીજોના 5 નમૂના ફેલ થયા હતા. જેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેમાં દૂધ અને દૂધની બનાવટોમાં મોટી માત્રામાં ભેળસેળ થયેલું હોવાનું સામે આવ્યું હતું, બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:એપ્રિલમાં લેવાયાં હતાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, લોકો આરોગી ગયા એનું શું?
આ પણ વાંચો:રાજકોટવાસીઓ સાવધાન, ફરાળી લોટના લેવામાં આવેલા નમૂનાઓ થયા ફેઇલ
આ પણ વાંચો:તહેવારોને પગલે સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, માવા વિક્રેતા અને ડેરીઓ પર ફૂડ વિભાગની તાવાઇ,
