રાજકોટ/ રાજકોટવાસીઓ સાવધાન, ફરાળી લોટના લેવામાં આવેલા નમૂનાઓ થયા ફેઇલ

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થયા છે. 6 જેટલા વેપારીઓએ અનેકો લોકોના ઉપવાસ તોડ્યા છે. મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલ ખાદ્ય નમૂનાઓ ફેલ થયા છે. ફૂડ વિભાગ દ્વારા 6 મહિના પહેલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવે […]

Top Stories Rajkot Gujarat
ફરાળી લોટ

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થયા છે. 6 જેટલા વેપારીઓએ અનેકો લોકોના ઉપવાસ તોડ્યા છે. મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલ ખાદ્ય નમૂનાઓ ફેલ થયા છે. ફૂડ વિભાગ દ્વારા 6 મહિના પહેલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં લેવામાં આવેલા ફરાળી લોટના નમુના પરીક્ષણમાં ફેલ થયા છે.

ફરાળી પેટીસના લોટમાં પણ મકાઈનો લોટ મળી આવ્યો હતો. ત્યારે સવાલએ પણ થાય છે કે, વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોની આસ્થા સામે ચેડાં કરવામાં આવે છે. તો તંત્ર સામે પણ અનેક સવાલો થઇ રહ્યા છે. રાજકોટમાં આવેલા ફરાળી પેટીસના લોટના નમૂનામાં મકાઈના સ્ટાર્ચની હાજરી જોવા મળી છે. જેથી તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે જ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા કેસર શ્રીખંડનો નમુના પણ તપાસમાં ફેઇલ થયો છે. શિખંડમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી છે. તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ નિયમો કરતા ઓછું હોવાના કારણે નમૂનાને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

મનપા આરોગ્ય વિભાગે લેભાગુ તત્વોને દંડ ફટકાર્યો છે. 6 વેપારીઓને રૂ. 1.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાણો ક્યાં ક્યાં વેપારીઓ નમૂના થયા ફેલ

ફરાળી પેટીસના લોટના નમૂના થયા ફેલ
વિધુર ઘી, ગો ફ્રેશ આઈસ્ક્રીમના નમૂના થયા ફેલ
રાધેશ્યામ ડેરીમાંથી લેવાયેલ દૂધના નમૂના પણ ફેલ
જય જલિયાણના શ્રીખંડમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું
સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ખાદ્ય નમૂના ફેલ થયા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:AAP National Party/INDIA ગઠબંધનને વધુ એક ફટકો, મમતા બેનરજી બાદ પંજાબ CM ભગવંત માનની મોટી ઘોષણા, આપ પાર્ટી પંજાબની તમામ સીટો પર લડશે લોકસભા ચૂંટણી

આ પણ વાંચો:Loksabha Elections 2024/25 જાન્યુઆરીએ PM મોદી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત, શરૂઆત કાશીથી નહિ આ સ્થળથી કરશે….

આ પણ વાંચો:Lok Sabha Election 2024/મમતાના ‘એકલા ચલો’ના એલાનબાદ કોંગ્રસનું પહેલું નિવેદન, સ્પીડ બ્રેકરની વાત શરૂ