વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન રેડ્ડી પર વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વિસાગ એરપોર્ટ પર એક યુવકે નાના ધારદાર હથિયારથી એમના પર હુમલો કર્યો. જેથી એમને સામાન્ય ઇજા પહોંચી છે. આરોપી યુવકની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
Police on the attack on YSRCP leader Jaganmohan Reddy (in pic) at Visakhapatnam airport today, say, "the attacker has been identified as Srinu who is working as a waiter at the airport lounge. He is from East Godavari district. The attacker has been taken into custody." pic.twitter.com/4v1AXwLQzc
— ANI (@ANI) October 25, 2018
જગન મોહન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા છે. ગુરુવારે વિશાખાપટ્ટનમ એક યુવકે ધારદાર હથિયારથી એમના પર હુમલો કરી દીધો હતો. જોકે, આ યુવક કોણ છે, તેને લઈને પોલીસે કઈ જણાવ્યું નથી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેડ્ડી જેવા એરપોર્ટ લાઉન્જમાંથી બહાર નીકળ્યા, યુવકે એમના પર હુમલો કરી દીધો. જેનાથી એમને સામાન્ય ઇજા થવા પામી છે.

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે. પોલીસનું કહેવાનું છે કે,જગન મોહનને સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે. યુવકે આવું શા માટે કર્યું, કોઈ રાજનીતિક દળ સાથે સંબંધ છે કે કેમ એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
