Gir Somnath News: ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગોના વધતા જોખમને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગે(Health Department’s mega campaign) જિલ્લામાં વ્યાપક આરોગ્ય અભિયાન શરૂ કર્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવા રોગો પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને જનજાગૃતિની કામગીરી એકસાથે હાથ ધરવામાં આવી રહી છે.

જુલાઈમાં 2.58 લાખથી વધુ ઘરોનો હાઉસ-ટુ-હાઉસ સર્વે
જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રોની ટીમોએ જુલાઈ મહિનામાં ઘર-ઘર જઈ આરોગ્ય તપાસ કરી હતી. આ અભિયાન(Health Department’s mega campaign) દરમિયાન 2.58 લાખથી વધુ ઘરોની મુલાકાત લેવામાં આવી, જ્યારે તાવની ફરિયાદ ધરાવતા 4,185 લોકોના લોહીના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી.

મચ્છરના પ્રજનન સ્થળોને શોધવા માટે આરોગ્ય વિભાગે મોટા પાયે ચકાસણી હાથ ધરી હતી. જિલ્લામાં 16.54 લાખથી વધુ પાણીના પાત્રોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં 8,301 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. આવા તમામ સ્થળોએ તરત જ પોરાનો નાશ કરવામાં આવ્યો હતો અને ટેમીફોસ સહિતની દવાઓનો ઉપયોગ કરીને મચ્છરોની ઉત્પત્તિ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જનજાગૃતિ, દવા છંટકાવ અને પોરાભક્ષક માછલીઓથી રોગચાળો અટકાવવાનો પ્રયાસ

આરોગ્ય વિભાગે માત્ર દવા છંટકાવ પૂરતો જ અભિગમ અપનાવ્યો નથી, પરંતુ કુદરતી રીતે મચ્છરોનું નિયંત્રણ થાય તે માટે વિવિધ જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ પણ છોડવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નિયમિત ફોગિંગ, સફાઈ અને પાણી ભરાતા સ્થળોની દેખરેખ રાખવામાં આવી રહી છે.લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળા-કોલેજોમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન, માર્ગદર્શન શિબિરો અને માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ લોકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સમજાવી રહ્યા છે અને મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય (Health Department’s mega campaign) વિભાગે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન નાની બેદરકારી પણ મચ્છરજન્ય રોગોના ફેલાવાનું કારણ બની શકે છે. તેથી દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસની સ્વચ્છતા જાળવવી, પાણીના વાસણો ઢાંકીને રાખવા અને તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જરૂરી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં દીપડાનો આતંક: તલાલાની સ્કૂલ નજીક ધોરણ-12ના વિદ્યાર્થી પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો: ગીર સોમનાથમાં સિંહો સાથે સેલ્ફીનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: મહેસાણાના વડનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં; ગામમાં દવાનો છંટકાવ શરૂ
