Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ચંડોળાનો કુખ્યાત બાદશાહ પોલીસના સકંજામાં આવી ગયો છે. કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે. ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બંગલા બનાવ્યા હતા. ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવ્યા હતા. બંને પિતા-પુત્રને ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યા છે. લલ્લા બિહારી સામે સ્ત્રીઓનો દેહવ્યાપાર કરવા બદલ પ્રોસ્ટિટ્યુશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લલ્લા બિહારી ઉર્ફે મહેમુદ પઠાણે ચંડોળા તળાવ પાસે પોતાનું આલિશાન ફાર્મહાઉસ ઊભું કર્યું હતું. 10 થી 15 હજાર રૂપિયા લઈ લોકોને ભાડે જગ્યા આપતો હતો. બોગસ દસ્તાવેજો બનાવી બાંગ્લાદેશીઓને ગોરકાયદેસર આશરો આપતો હતો.
લલ્લુ બિહારી ઉર્ફે મહેબુબ પઠાણ ફાર્મ હાઉસમાં ખેતી કરતો હતો. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગરદન, ગજીબો અને ફુવારા પણ બનાવ્યા હતા. અંદાજે 2 હજાર વાર જગ્યામાં બનાવ્યો ગેરકાયદે આશિયાના, 2019 CAA બબાલમાં લલ્લુએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ અને તંત્ર એક્શનમાં આવતા જ લલ્લુ બિહારી ફરાર થઈ ગયો હતો. “ઓપરેશન ક્લીન” પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સીધી નજર છે. AMCના સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ એક જ સ્થળે હાજર રહ્યાં છે.
ઈજનેર, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ હાજર છે, બે હજારથી વધુ પોલીસ જવાનોનો સશસ્ત્ર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચ, SOG, SRP સહિતની એજન્સીઓ સ્થળ પર પહોંચી છે. ક્રાઈમ બ્રાંચના DCP અજીત રાજીયન ચંડોળા તળાવ પહોંચ્યા છે. JCP શરદ સિંઘલ પણ ઓપરેશન ક્લિનમાં પહોંચ્યા છે. લલ્લુ બિહારીની મોંઘીદાટ કાર પોલીસે કબજે કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ડિમોલિશન મામલો હાઈકોર્ટ પહોંચ્યો, તંત્ર મનમાની ન કરી શકે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:દ્વારકામાં હનુમાન મંદિરનું પુન:સ્થાપન, ડિમોલિશન થતાં મંદિર મળી આવ્યું
