MANTAVYA Vishesh/ ભારતના ગળામાં નાસૂર બન્યો છે હાજી પીર પાસ

આ વાત છે હાજી પીર પાસનો, આ મુદ્દો ફરીથી ઉખેળાયો છે. આ એક ભૂલ એવી છે જે 60 વર્ષે પણ ભારતને કનડી રહી છે. ભારત શું હવે આ ભૂલને સુધારશે કે નહીં તેના પર બધાની નજર છે. હાજી પીર પાસ હિમાલયની પીર પંજાલ પર્વતમાળામાં છે.

Mantavya Vishesh

લમ્હોને ખતા કી થી, સદીઓને માર ખાઈ હૈ. આ વાત ભારતમાં તાજેતરમાં પહલગામમાં થયેલા હુમલામાં બિલકુલ બંધ બેસે છે. આ વાત છે હાજી પીર પાસનો, આ મુદ્દો ફરીથી ઉખેળાયો છે. આ એક ભૂલ એવી છે જે 60 વર્ષે પણ ભારતને કનડી રહી છે. ભારત શું હવે આ ભૂલને સુધારશે કે નહીં તેના પર બધાની નજર છે. હાજી પીર પાસ હિમાલયની પીર પંજાલ પર્વતમાળામાં છે. આ પાસ અંગે 60 વર્ષ પહેલાં ભારતે કરેલી ભૂલનો ભોગ આજે પણ આખું કાશ્મીર ભોગવી રહ્યું છે. તેના કારણે વારંવાર પુલવામા અને પહલગામ જેવા કિસ્સા બને છે.

આ હાજીપીર પાસ અંગે કહેવામાં આવે છે કે તે જમ્મુ-કાશ્મીરના પૂંચને પાકિસ્તાનના કબ્જાવાળા રાવલકોટ સાથે જોડે છે. ભારત હાજી પીર પાસને પોતાની પાસે રાખીને પાક. દ્વારા કરવામાં આવતી ઘૂસણખોરીને મોટો ફટકો મારી શકે છે. ભારત પાસે જો હાજી પીર પાસનો કબ્જો આવી ગયો તો પાક.ની ભારતના જમ્મુ-કાશ્મીરમાં હેરાનગતિ કરવાની ક્ષમતાને મોટો ફટકો પડી શકે છે. પાકે. સમસમીને ચૂપ રહેવાના દિવસો આવી શકે છે. પહલગામ હુમલા પછી ભારત સરકાર પર વળતો પ્રહાર કરવાનું પ્રજાનું જબરદસ્ત દબાણ છે. આખા દેશમાં આને લઈને આક્રોશ છે. લોકો બદલાની માંગ કરી રહ્યા છે.

આ સંજોગોમાં કોઈને પણ થાય કે આ હાજી પીર પાસમાં એવું તે શું છે કે તેને લઈને બધા વાતો કરી રહ્યા છે. આ એવું તે કેવું સ્થળ છે જો તે ભારત પાસે આવી જાય તો તે કાયમ માટે આતંકવાદની અને પાકના નાપાક મનસૂબાની કમર તોડી નાખે તેમ છે. તેનો ઇતિહાસ શું છે. તેનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે.

ડિફેન્સ એનાલિસ્ટ જેએસ સોઢીના જણાવ્યા મુજબ હાજી પીર પાસ 2,637 મીટર (8,652 ફૂટ)ની ઊંચાઈ પર આવેલો છે. અહીંથી પાક અધિકૃત કાશ્મીર સીધુ જોઈ શકાય છે. આજે આ પાસ કાશ્મીર ખીણમાં અને જમ્મુમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ છે.

હવે જો આ હાજી પીર પાસ ભારત પાસે હોય તો રણનીતિક વ્યૂહરચનાની રીતે પણ તેના ફાયદા છે. આ વિસ્તાર ભારત પાસે હોય તો ભારતના પૂંચ અને ઉરી વચ્ચેનું જમીન માર્ગે અંતર 282 કિ.મી.થી ઘટીને ફક્ત 56 કિ.મી. થઈ જાય તેમ છે. તેના પગલે જમ્મુ-કાશ્મીર ખીણમાં કનેક્ટિવિટી વધુ સારી થઈ શકે છે. તેના પગલે લશ્કરને પૂરાં પડાતા પુરવઠા મોરચે અને કારોબારના મોરચે પણ સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

ભારતનું વિભાજન થયું તે પહેલા જમ્મુ ઘાટીને દક્ષિણ કાશ્મીર એટલે કે ઘાટી સાથે જોડતો મુખ્ય માર્ગ હાજી પીરથી થઈને જ જતો હતો. જો કે 1948માં પાકે. POK પર કબ્જો કર્યો. તેમા હાજીપીર પાસ પણ સામેલ હતો. તેના કારણે આ રસ્તો ભારતના હાથમાંથી નીકળી ગયો. હવે જો આ પાસ ભારત પાસે હોય તો POKના મોટા હિસ્સા સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળી શકે તેમ છે. આમ ભારત અહીં ઉપરની સ્થિતિમાં હોત અને પાકિસ્તાન નીચેની બાજુએ હોત.

સોઢી જણાવે છે કે 1965માં ભારતે તાશ્કંદ સમજૂતીમાં પાકિસ્તાનને પોતાની જીતેલી જમીન પરત કરી દીધી હતી. ભારતની સ્થિતિ મજબૂત હોવા છતાં તેણે હાજી પીર પાસ પાકિસ્તાનને પરત કરી દીધો. આ ભૂલ ભારતને આજે પણ નડી રહી છે, ભારત હવે શું 60 વર્ષ પહેલાની આ ભૂલ સુધારશે. પાકિસ્તાન હવે આ જ હાજી પીર પાસનો ઉપયોગ કરીને ત્યાંથી આતંકવાદી ઘૂસાડીને ભારતને નુકસાન પહોંચાડે છે.

પાકિસ્તાન 1965માં આખું કાશ્મીર જીતવા માંગતુ હતુ. પાક.ના પ્રમુખ અને જનરલ અયુબખાનને હતું કે ચીન સામે માર ખાધેલા ભારતીય લશ્કરનું મનોબળ તળિયે છે ત્યારે કાશ્મીરને આંચકી લેવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. તેથી ઓગસ્ટમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબખાને કાશ્મીરને અસ્થિર કરવા અને છેવટે પાક.ના લશ્કરની મદદથી તેના પર કબ્જો કરવા માટે મોટી સંખ્યામાં આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવા ઓપરેશન જિબ્રાલ્ટરને મંજૂરી આપી હતી.

પાકિસ્તાનના ઓપરેશન જિબ્રાલ્ટર સામે ભારતે વળતી કાર્યવાહી કરી હતી. ભારતીય લશ્કરે 15 ઓગસ્ટ 1965ના રોજ  વાસ્તવિક અંકુશ રેખા પાર કરીને ત્રણ પહાડીઓ પર કબ્જો કર્યો.  તેમા હાજીપીરનો પણ સમાવેશ થતો હતો, કેમકે તે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો મુખ્ય માર્ગ હતો. આ ઓપરેશનને ઓપરેશન બક્ષી નામ આપવામાં આવ્યું હતું. સોઢીના જણાવ્યા મુજબ આ ઓપરેશન ઘણું સફળ રહ્યું હતું.

1965ના યુદ્ધ દરમિયાન પશ્ચિમી આર્મીનું કમાન્ડર લેફટનન્ટ જનરલ હરબક્ષસિંહ સંભાળતા હતા. તેમણે હાજી પીરનો પ્લાન બનાવ્યો હતો. હાજી પીર પાસ પર કબ્જો કરવાની કમાન મેજર જનરલ એસએસ કલાના નેતૃત્વવાળા 19 ઇન્ફન્ટ્રી ડિવિઝન અને બ્રિગેડિયર જેડસી બક્ષીના નેતૃત્વવાળી 68 ઇન્ફન્ટ્રી બ્રિગેડને આપવામાં આવી હતી. 26 ઓગસ્ટના રોજ એક નંબરની પેરા બટાલિયન આગળ વધી. તેણે ભારે વરસાદ વચ્ચે ચઢાઈ કરવી પડી. પાસ પર કબ્જો કર્યા પછી ભારતીય લશ્કર લેડવાલી ગલી પર દબાણ લાવ્યું અને પછીના દિવસે તેના પર પણ કબ્જો કર્યો.

ભારતીય લશ્કરની યોજના બેદોરી પર હતી, પરંતુ બ્રિગેડિયર બક્ષી સમજી ગયા હતા કે હવે પાકિસ્તાનને ખબર પડી ગઈ હશે કે ભારત હાજી પીર પાસ માટે દબાવ બનાવી રહ્યું છે. આથી તેમણે સીધા હાજી પીર જવાનો એકતરફી નિર્ણય લીધો. મેજર રંજીતસિંહ દયાલને કામ આપતા બ્રિગેડયર બક્ષીએ જણાવ્યું હતું કે જો તમે હાજી પીર જીતો છો તો હીરો હશો, પરંતુ ન જીત્યા તો એકતરફી નિર્ણય લેવા બદલ મારી ધરપકડ કરવામાં આવશે. મેજર રંજીત દયાલસિંહે 27મી ઓગસ્ટના રોજ આખી રાત ભારે વરસાદમાં પગે ચાલ્યા અને 28મી ઓગસ્ટના રોજ ભારે અવરોધો વચ્ચે હાજી પીર પાસ કબ્જે કર્યો. પાકે. 29 ઓગસ્ટના રોજ ફરીથી કબ્જો જમાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવ્યો.

તેના પછી 10 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદ સમજૂતી થઈ. તેમા ભારત અને પાકિસ્તાનના લશ્કરને પાંચ ઓગસ્ટ 1965ના રોજ પહેલાની સ્થિતિમાં પરત ફરવાની જોગવાઈ હતી. આમ ભારતીય જવાનોના લોહી રેડીને મેળવેલો હાજી પીર પાસ આપણા રાજકારણીઓએ મંત્રણાના ટેબલ પર ગુમાવી દીધો હતો. તે સમયે ભારતે પાક.ની 1,920 કિ.મી. જમીન પર કબ્જો કર્યો હતો. તેમા મુખ્ય રીતે સિયાલકોટ, કાશ્મીર અને લાહોરની ઉપજાવ જમીન પણ હતી. તેમા આ રણનીતિક વ્યૂહવાળો હાજી પીર પાસ પણ સામેલ હતો. આમ આખા યુદ્ધ છતાં ભારત પાસે પાક.ની એક ઇંચ જમીન પણ આવી ન હતી. રાજકારણીઓની નિષ્ફળતાના કારણે લશ્કરની બધી મહેનત પાણીમાં ગઈ હતી. હવે ભારત પાસે આ 60 વર્ષ જૂની ભૂલ સુધારવાની તક છે, પણ સરકાર શું તેવું પગલું લેશે તે પણ સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી