Mantavya Exclusive/ ભારત-પાકિસ્તાન મેચને પગલે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા ‘યહૂદી પરિવારો’ને રક્ષણ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ અને અમદાવાદમાં આગામી ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળવાની શંકા ફેલાઈ છે.

Top Stories Mantavya Vishesh

@નિકુંજ પટેલ, અમદાવાદ

અમદાવાદ: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ અને અમદાવાદમાં આગામી ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળવાની શંકા ફેલાઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં યહૂદી પરિવારો જુજ માત્રામાં વસે છે. પોલીસ માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો સોશિયલ મિડીયા પર ફેલાયેલા પેલેસ્ટાઈન-ઈઝરાયલના વાયરલ થયેલા વીડિયો અને મેસેજ છે. મેચ અને યુદ્ધના વાતાવરણ વચ્ચે ગુજરાત પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જડબેસલાક તૈયારી કરી છે, એમ ગુજરાતના ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) સમશેર સિઘે જણાવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં અંદાજે દોઢસો જેટલા યહૂદી પરિવારો વસે છે. કેટલાક ઠેકાણે તેમના ધર્મસ્થાનો પણ આવેલા છે. જ્યાં યહૂદી પરિવારો પ્રાથના માટે નિયમિતપણે જતા હોય છે. પારસીની જેમ દુધમાં સાકર ભળે એમ યહૂદી પરિવારો પણ ગુજરાતમાં ભળી ગયા છે. તેમછત્તા પોલીસ કોઈ જોખમ લેવા માગતી નથી.

ગુજરાતમાં જ્યાં પણ યહૂદી પરિવારો વસે છે તેમના ઘરો અને તેમના ધાર્મિક સંસ્થાનો છે ત્યાં પોલીસે બંદોબસ્ત ખડકી દેવાયો છે. હાલમાં સોશિયલ મિડીયા પર પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધ સંદર્ભે મોટી સંખ્યામાં વીડિયો અને મેસેજ વાયરલ થયા છે. સોશિયલ મિડીયા મોનીટરીંગ સેલ તેની પર બાજ નજર રાખી રહ્યું છે.

ગુજરાત પોલીસ જ્યાં યહૂદી પરિવારો વસે છે ત્યાં બદોબસ્ત તો ગોઠવ્યો જ છે. સાથે સાથે યહૂદી પરિવારો જ્યાં જાય છે અને કોણ તેમનો પીછો કરે છે તેની ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. બીજીતરફ ભારત પાકિસ્તાનની મેચને પગલે પણ અમદાવાદ સાથે ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે. કારણકે મેચને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે તો તેનાં છાંટા યહૂદી પરિવારો પર ઉડી શકે છે.

બે પાડા લડે અને ઝાડનો ઘાણ નીકળી જાય તેવી હાલત પેદા ન થાય તે માટે આખી ગુજરાત પોલીસની કવાયત છે. આમ ક્રિકેટ મેચ અને ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ કાયદો અને વયવસ્થા જાળવી રાખવા માટે પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું બની રહેશે.



આ પણ વાંચો: Threat/ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ભારતને ધમકી આપી..કહી આ મોટી વાત

આ પણ વાંચો: Israel Palestine Conflicts/ ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેની લોહિયાળ જંગમાં નિર્દોષ લોકોની બલિ, જુઓ કરૂણ વીડિયો