israel hamas war/ ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેની લોહિયાળ જંગમાં નિર્દોષ લોકોની બલિ, જુઓ કરૂણ વીડિયો

ઈઝરાયલ પર હમાસના અણધાર્યા હુમલામાં મૃત્યુઆંક વધીને 900થી વધુ થઈ ગયો છે.

Top Stories World Videos
YouTube Thumbnail 66 1 ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેની લોહિયાળ જંગમાં નિર્દોષ લોકોની બલિ, જુઓ કરૂણ વીડિયો

ઈઝરાયલ પર હમાસના અણધાર્યા હુમલામાં મૃત્યુઆંક વધીને 900થી વધુ થઈ ગયો છે. ઈઝરાયલના સરકારી અધિકારીઓએ સિન્હુઆને જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે બચાવ કાર્યકર્તાઓ હજુ સુધી દક્ષિણ ઈઝરાયલના કેટલાક વિસ્તારોમાં પહોંચી શક્યા નથી, જ્યાં શનિવારે હુમલો કરનાર હમાસના આતંકવાદીઓ હજુ પણ ઈઝરાયલી સૈનિકો સાથે યુદ્ધ કરી રહ્યા છે.

આ ભયાનક યુદ્ધ વચ્ચે એક હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ તમારું દિલ તૂટી જશે. જ્યારે ઈઝરાયલી દળોએ સમગ્ર ગાઝાને ઘેરી લીધું છે, ત્યારે અનેક નિર્દોષ લોકો મરી રહ્યા છે. બંને તરફથી ચાલી રહેલા આ લોહિયાળ ખેલમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. દરમિયાન એક માસૂમ નવજાત બાળકી અને તેના પિતાએ તેના મૃતદેહને હૃદયની નજીક પકડી રાખ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને દરેકની આંખમાં આંસુ આવી જશે.

પેલેસ્ટિનિયન સમર્થકો દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક પિતા છે જે પોતાની માસૂમ પુત્રીના મૃતદેહને પોતાની છાતી પર લગાવ્યો છે. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેલેસ્ટિનિયન વ્યક્તિ છે જેણે ઈઝરાયલના હવાઈ હુમલામાં પોતાની માસૂમ પુત્રીને ગુમાવી છે.

ઉલ્લેખનિય છે કે, પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ઈઝરાયલના બોમ્બ વિસ્ફોટોમાં 704 પેલેસ્ટાઈનના મોત થયા છે, જેમાં 143 બાળકો અને 105 મહિલાઓ સામેલ છે, જ્યારે 4,000 લોકો ઘાયલ થયા છે. દરમિયાન, ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયે હમાસના હુમલા બાદ 900 લોકોના મોત અને 2,600 ઘાયલ થયાની માહિતી આપી છે.

લોકો આ આંસુ ધ્રુજાવતો વીડિયો ખૂબ શેર કરી રહ્યા છે અને આ છોકરીને જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે. એક યુઝરે કહ્યું- આ છોકરીનો શું ગુનો હતો? આ સિવાય ઘણા યુઝર્સે કોમેન્ટમાં શાંતિની અપીલ પણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેની લોહિયાળ જંગમાં નિર્દોષ લોકોની બલિ, જુઓ કરૂણ વીડિયો


આ પણ વાંચો: Jamnagar/ જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો: GUJARAT ACCIDENT/ મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત

આ પણ વાંચો: આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય