જામનગર/ યોગ કરતા 13 વર્ષના કિશોરને આવ્યો હાર્ટ એટેક; થયું મોત, પરિવારમાં શોકનું મોજું

જામનગરના વેપારીનો 13 વર્ષનો પુત્ર મુંબઈ અભ્યાસ કરતો હતો. પુત્રનું હૃદય રોગના હુમલાથી નિધન થતાં ભારે ગમગીની છે.

Top Stories Gujarat Others

Jamnagar News:ગુજરાતમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા બાદ હવે કિશોરોમાં પણ હૃદયરોગના કિસ્સા વધી રહ્યાં છે. જામનગરમાં 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેક આવ્યા બાદ મોતને ભેટ્યા છે. જણાવી દઈએ કે, જામનગરના વેપારીનો 13 વર્ષનો પુત્ર મુંબઈ અભ્યાસ કરતો હતો. પુત્રનું હૃદય રોગના હુમલાથી નિધન થતાં ભારે ગમગીની છે. મુંબઈથી મૃતદેહને જામનગર લાવ્યા પછી બપોર બાદ તેની અંતિમવિધિ: પરિવારમાં ભારે શોક છવાયો છે.

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈ માં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર  ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન  વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટ માંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચાર ને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.માત્ર 13 વર્ષની વયના કિશોર ના હ્રદય રોગના હુમલા થી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર  બન્યો છે.



આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….