વિવાદ/ ગરબા રાસ કે તાજીયા રાસ…શિક્ષિકાઓ દ્વારા તાજીયા રમાડવામાં આવતાં વિવાદ સાથે ગ્રામજનો ભારે રોષ

શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે શિક્ષિકાઓએ પણ યા હુસૈનના સૂત્રોચાર કર્યા હતા. તેમજ તાજીયા નુ સંગીત વગાડી બાળકોને તાજીયા રમવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

Gujarat Others
તાજીયા

ખેડાના હાથજ ગામમાં વિધર્મી બાળકોએ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.નવરાત્રીને પગલે શાળામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે મુસ્લિમ ગ્રુપ હાથજ લખેલી ટીશર્ટ પહેરીને નારા લગાવ્યા હતા.આ અંગે હિન્દ સંગઠનના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.હિન્દુ સંગઠનોએ આચાર્ય, બિનહિંદુ શિક્ષકો પર આક્ષેપ લગાવ્યા છે.જેને પગલે બિન હિન્દુ શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે શિક્ષિકાઓએ પણ યા હુસૈનના સૂત્રોચાર કર્યા હતા. તેમજ તાજિયાનુ સંગીત વગાડી બાળકોને તાજીયા રમવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વાલીઓને આ અંગેની જાણ કરી હતી જે બાદ હોબાળો મચાવ્યો હતો.

આ શાળામાં અભ્યાસ કરતાં લઘુમતિ કોમના બાળકો ભેદી નામ વાળી ટી શર્ટ પહેરી આવ્યા હતા. શાળામાં પૂર્વ આયોજન વિધર્મી બાળકોને ટી શર્ટ પહેરીને કોણે બોલાવ્યા? મયાન શાળાના બિનહિન્દુ શિક્ષિકા દ્વારા શાળામાં ગરબા બંધ કરીને તાજિયાનું મ્યુઝિક વગાડાયું હતું. શાળામાં ભેદી નામ વાળી ટી શર્ટ પહેરીને આવેલા કેટલાક બાળકો છાતી ઠોકીને તાજિયા રમતા હતાં. અને હિન્દુ બાળકોને તાજિયા રમવા માટે મજબૂર કર્યા હતા.જેથી શાળાની શિક્ષિકાઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરીને કાયદેસરના પગલા ભરવાની માગ છે.

આ ઘટના બાદ ચાર શિક્ષકોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. જેમના નામ – જગૃતિબેન સાગર, સાબેરાબેન વ્હોરા, એક્તાબેન આકાસી, સોનલબેન વાધેલા છે. રજાના દિવસે DPEOની ટીમે શાળાની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:નરસિંહ મહેતા યુનિવર્સિટી પેપર કૌભાંડ, બીજી વાર પેપર તપાસતા વિદ્યાર્થી થયો પાસ

આ પણ વાંચો: 20 વર્ષોમાં ગુજરાતે ઊભું કર્યું વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

આ પણ વાંચો:  રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત,ગાંધી જયંતિ નિમિત્તે આજથી ખાદીની ખરીદી પર મળશે 30 ટકા વળતર